Heart Attack Death/ રાજકોટમાં ચાર જણાના હૃદય બંધ

રાજકોટમાં ચાર જણાના હૃદય બંધ પડતા હાહાકાર મચી ગયો છે. રાજકોટમાં હૃદય બંધ પડવાની ઘટના બંધ થવાનું નામ જ લેતી નથી. રાજકોટમાં 24 વર્ષના યુવાન છોટન બંગાળીનું હાર્ટએટેકથી મોત થયું છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 23T113126.850 રાજકોટમાં ચાર જણાના હૃદય બંધ

રાજકોટઃ રાજકોટમાં ચાર જણાના હૃદય બંધ પડતા હાહાકાર મચી ગયો છે. રાજકોટમાં હૃદય બંધ પડવાની ઘટના બંધ થવાનું નામ જ લેતી નથી. રાજકોટમાં 24 વર્ષના યુવાન છોટન બંગાળીનું હાર્ટએટેકથી મોત થયું છે. બીજી બાજુએ વાડીએ પરિશ્રમ સોસાયટીમાં રહેતા ભૂપતભાઈનું બેભાન થઈ જતાં મોત થયું છે. આ સિવાય 28 વર્ષના બિહાર યુવાન ધનાંજનને એકાએક પરસેવો થઈ ગયો હતો અને પછી તે પડી જતાં તેનું મોત થયું હતું.
આ સિવાય વાડી પર કામ કરતાં 46 વર્ષના ખોડાભાઈનું પણ એકાએક મોત થયું છે. આમ 28 અને 24 વર્ષના બે યુવાન મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત પરિશ્રમ સોસાયટીમાં પ્રૌઢનું પણ હાર્ટએટેકથી મોત થયું છે. તેમની વય 46 વર્ષની હતી. આ ઉપરાંત બીજા 47 વર્ષના પ્રૌઢનું પણ હૃદય બંધ પડી જતા તેમના કુટુંબમાં શોકનું વાતાવરણ છવાયું છે.
ધમનીઓમાં લોહી ગંઠાવા માંડે છે ત્યારે કોલેસ્ટોરેલ ભેગું થાય છે. શિયાળામાં તાપમાન ઘટે છે ત્યારે હૃદયની રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે. હૃદયની રક્તવાહિનીઓ સંકોચી જવાના કારણે લોહીના પ્રવાહ માટે ઓછી જગ્યા રહે છે. હાર્ટએટેક પહેલા ઘણી વખત છાતીમાં બળતરા થાય છે અને ઘણી વખત આ બાબત કેન્સર જેવી ખતરનાક બિમારીના સંકેત પણ હોઈ શકે છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ