Not Set/ દેશમાં Covid-19 નાં એક્ટિવ કેસમાં ઘટાડો, કુલ આંક પહોંચ્યો 98 લાખને પાર

દેશમાં હજી પણ કોરોના વાયરસનો ખતરો બની રહ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, એક જ દિવસમાં 30,005 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ કેસની કુલ સંખ્યા વધીને 98,26,775 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, 442 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, કુલ મૃત્યુઆંક 1,44,628 પર પહોંચી ગયો છે. એક્ટિવ કેસ 3,59,819 છે. એક જ દિવસમાં, 33,494 રિકવરી […]

Top Stories India
corona 200 દેશમાં Covid-19 નાં એક્ટિવ કેસમાં ઘટાડો, કુલ આંક પહોંચ્યો 98 લાખને પાર

દેશમાં હજી પણ કોરોના વાયરસનો ખતરો બની રહ્યો છે. આરોગ્ય મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, એક જ દિવસમાં 30,005 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ કેસની કુલ સંખ્યા વધીને 98,26,775 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, 442 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, કુલ મૃત્યુઆંક 1,44,628 પર પહોંચી ગયો છે. એક્ટિવ કેસ 3,59,819 છે. એક જ દિવસમાં, 33,494 રિકવરી નોંધાઈ છે, જે પછી રિકવરીનાં કુલ કેસોની સંખ્યા વધીને, 93,24,3287 પર પહોંચી ગઇ છે.

આરોગ્ય મંત્રાલયનાં આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 33,494 દર્દીઓ ઠીક થયા છે. અત્યાર સુધીમાં, દેશનાં કુલ 93,24,328 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. એકવાર ફરી ઠીક થતા દર્દીઓની સંખ્યા દરરોજ આવતા નવા કેસોની સંખ્યા કરતા વધારે છે. જેના કારણે સક્રિય કોરોનાનાં કેસોમાં ઘટાડો થયો છે. સક્રિય કેસ ઘટીને 3,59,819 પર આવી ગયા છે.

કોરોનાથી દર્દીઓની રિકવરીની વાત કરીએ તો, રિકવરી દર 94.88 ટકા પર પહોંચી ગયો છે. આ રિકવરી દરનો અત્યાર સુધીનો ઉચ્ચતમ સ્તર છે. વળી સક્રિય દર્દીઓ અત્યાર સુધીમાં સૌથી ઓછા, 3.66 ટકા છે. મૃત્યુ દર 1.45 ટકા છે જ્યારે પોઝિટિવિટી રેટ 2.81 ટકા છે. જો આપણે ટેસ્ટિંગને ધ્યાનમાં લઈએ તો, એક દિવસમાં 10 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 10,65,176 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 15,26,97,399 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

USA માં ઇમરજન્સી ઉપયોગ માટે Pfizer ની રસીને મળી મંજૂરી

ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો ઝટકો, US સુપ્રીમ કોર્ટે જો બિડેનની તરફેણમાં જાહેર કર્યો આ મોટો નિર્ણય

દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ સીરીઝને લઇને કરી ભવિષ્યવાણી, જણાવ્યો શું રહેશે ગેમ પ્લાન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો