Not Set/ પુલવામા હુમલાને લઇને થયો મોટો ખુલાસો, ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા આવી સામે

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકી હુમલા અંગે મોટી માહિતી બહાર આવી છે. 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફનાં કાફલા પર થયેલો હુમલો ગુપ્તચર એજન્સીની નિષ્ફળતા હતી. સીઆરપીએફનાં આંતરિક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. પુલવામાનાં આ હુમલામાં 40 થી વધુ સૈનિકો શહીદ થયા હતા. જે બાદ ભારતે પણ પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો. સીઆરપીએફનો અહેવાલ ગૃહ મંત્રાલયનાં નિવેદનથી […]

Top Stories India
default 3 પુલવામા હુમલાને લઇને થયો મોટો ખુલાસો, ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા આવી સામે

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકી હુમલા અંગે મોટી માહિતી બહાર આવી છે. 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફનાં કાફલા પર થયેલો હુમલો ગુપ્તચર એજન્સીની નિષ્ફળતા હતી. સીઆરપીએફનાં આંતરિક અહેવાલમાં આ વાત કહેવામાં આવી છે. પુલવામાનાં આ હુમલામાં 40 થી વધુ સૈનિકો શહીદ થયા હતા. જે બાદ ભારતે પણ પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો.

સીઆરપીએફનો અહેવાલ ગૃહ મંત્રાલયનાં નિવેદનથી વિરુદ્ધ છે. ગૃહ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, પુલવામા આતંકી હુમલો ગુપ્તચર એજન્સીની નિષ્ફળતા નહોતી. પરંતુ હવે સીઆરપીએફનાં આંતરિક અહેવાલમાં આટલો મોટો ખુલાસો મોદી સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે.

સીઆરપીએફનાં આંતરિક તપાસ અહેવાલમાં જણાવાયું છે કે, આઈઈડીનાં ભય અંગે સામાન્ય ચેતવણી જારી કરવામાં આવી હતી. પરંતુ કારમાંથી થયેલા આત્મઘાતી હુમલા અંગે કોઈ ખાસ ખતરો નથી તેવુ જણાવવામાં આવ્યુ હતુ. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ખીણની કોઈ ગુપ્તચર એજન્સી દ્વારા આ પ્રકારનું ઇનપુટ શેર કરવામાં આવ્યું નહોતુ કે આતંકીઓ સીઆરપીએફનાં કાફલા પર હુમલો કરી શકે છે.

જ્યારે ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં એવું કહેવામાં આવ્યું છે કે, છેલ્લા ત્રણ દાયકાથી સરહદ પારથી પ્રાયોજિત આતંકવાદથી જમ્મુ-કાશ્મીર પ્રભાવિત છે. ગૃહ મંત્રી કિશન રેડ્ડીએ જૂનમાં પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેંસની નીતિ અને સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરવાથી છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં આતંકીઓને નિષ્પ્રભાવી કરવામાં આવ્યા છે અને ગૃહમંત્રાલયે એમ પણ કહ્યું હતું કે, પુલવામા હુમલામાં ગુપ્તચર એજન્સી નિષ્ફળ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.