Viral Video/ દુલ્હન પોતાની જ વિદાયમાં હસ્તી મળી જોવા, મમ્મીને કહ્યું-રડીશ તો મેકઅપ ખરાબ થઈ જશે…

દુલ્હન વિદાય સમયે રડવાને  બદલે હસતી જોવા મળી રહી છે. વેલ એમાં કંઈ ખોટું નથી પણ હા અલગ જરૂર છે. જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

Videos
દુલ્હન

તમે બધાએ લગ્ન પછી દુલ્હનની વિદાય વિશે ઘણું જોયું હશે. વિદાય સમયે ઘણી વાર દુલ્હન અને તેના પરિવારના સભ્યોની આંખો આંસુઓથી ભરાઈ જાય છે કારણ કે તે સમય એવો હોય છે જ્યારે કોઈ છોકરી પોતાના પરિવારને છોડીને કોઈના ઘરની લક્ષ્મી બનવા જઈ રહી છે, પરંતુ આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દુલ્હનની વિદાય થઈ રહી છે, આજુબાજુ ઉભેલા બધા લોકો તેમના આંસુ રોકી શકતા નથી, પરંતુ દુલ્હન હસતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો :સગર્ભા મહિલાએ બેબી શાવરમાં Manike Mage Hithe ગીત પર કર્યો ડાન્સ, લોકોએ કહ્યું- આ છે સુપર મોમ

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક દુલ્હન વિદાય સમયે રડવાને  બદલે હસતી જોવા મળી રહી છે. વેલ એમાં કંઈ ખોટું નથી પણ હા અલગ જરૂર છે. જે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

ઇશિતા ઠુકરાલ તરીકે જાણીતી દુલ્હન વિદાય વિધિ કરતી વખતે કંઈક એવું કહે છે જે સાંભળીને તમારા હોશ ઉડી જશે. આપને જણાવી દઈએ કે આ વીડિયો હેપ્પીફ્રેમ્સ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જે બાદ આ વીડિયો દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/reel/CVSATJJj6dD/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો :સાપને સતત KISS કરતી મહિલાનો વીડિયો વાયરલ, વારંવાર કહી રહી છે I Love U

હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઈશિતા ઠુકરાલ તેના ચહેરા પર સ્મિત સાથે લગ્નની વિધિ કરતી જોઈ શકાય છે. આ દરમિયાન તે એમ પણ કહે છે – હું અત્યારે રડી શકતી નથી. મારો મેકઅપ બગડી જશે, મારે ફોટો ક્લિક કરવાના છે. તેના આ શબ્દો વિદાયના સમયના છે જ્યારે તે તેની માતાના આંસુ લૂછતી હતી. અમે નિશ્ચિતપણે કહી શકીએ કે તમે આજ પહેલાં આટલી  સુંદર વિદાય ક્યારેય જોઈ નહીં હોય. હવે આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. હમણાં માટે, તમે roll_camera_dance  પેજ પર તમામ વિડિયો જોઈ શકો છો. વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે. આ સાથે પ્લેટફોર્મ પર વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો છે. જ્યાં યુઝર્સ પોતાની ફની કમેન્ટ્સ દ્વારા ભરપૂર ફીડબેક આપી રહ્યા છે.

આ પણ વાંચો : Paytmના માલિક અપની તો જૈસે-તૈસે… સોંગ પર એવી રીતે નાચ્યા કે વાયરલ થયો વીડિયો

આ પણ વાંચો :કરવા ચૌથના દિવસે શહનાઝ ગિલનો આ વીડિયો થયો વાયરલ, હાથમાં જોવા મળ્યો લાલ ચૂડો

આ પણ વાંચો :લાઈવ ટીવી દરમિયાન રિપોર્ટિંગ કરી રહ્યો હતો એન્કર, ત્યારે જ તેના દીકરાએ કર્યું એવું કે…