શ્રીલંકાની સિંગર યોહાની દિલોકા ડી સિલ્વાએ યુટ્યુબ પર તેનું ગીત Manike Mage Hithe રિલીઝ કર્યાને ઘણા મહિનાઓ થયા છે. પરંતુ, તેના ગીતનો આજે પણ ઈન્ટરનેટ પર દબદબો છે, દરરોજ આ ગીત પર ડાન્સ કરતા લોકોના નવા વીડિયો સામે આવી રહ્યા છે. હવે આ ગીત પર ડાન્સ કરતી ગર્ભવતી મહિલાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.
આ પણ વાંચો :સાપને સતત KISS કરતી મહિલાનો વીડિયો વાયરલ, વારંવાર કહી રહી છે I Love U
વીડિયોમાં, માતા બનનારને તેના બેબી શાવર માટે તૈયાર જોઈ શકાય છે અને તેણે Manike Mage Hithe ગીત પર ડાન્સ કરીને પ્રસંગની ઉજવણી કરી હતી. વાયરલ વીડિયો લગભગ 9 મિલિયન કરતાં પણ વધુ વખત જોવામાં આવ્યો છે અને આ મહિનાની શરૂઆતમાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયો કન્ટેન્ટ ક્રિએટર કૃષ્ણા માધુરીએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
https://www.instagram.com/reel/CUhpzf0J4Xy/?utm_source=ig_web_copy_link
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે કૃષ્ણા માધુરીને સાડી અને સુંદર ઘરેણાં પહેરેલી જોઈ શકો છો. ક્લિપમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, “આખરે મેં આ ટ્રેન્ડ ખાસ દિવસે કર્યો. ગર્ભાવસ્થાના છેલ્લા અઠવાડિયામાં ડાન્સની સંપૂર્ણપણે મંજૂરી છે. તે માતા અને બાળક બંનેને સુખ આપે છે. “
આ પણ વાંચો :Paytmના માલિક અપની તો જૈસે-તૈસે… સોંગ પર એવી રીતે નાચ્યા કે વાયરલ થયો વીડિયો
કૃષ્ણા માધુરીએ એક ડિસ્ક્લેમર પણ ઉમેર્યું, “મને કોઈ તબીબી સમસ્યા નથી અને હું ડાન્સ કરવામાં આરામદાયક છું. દરેક ગર્ભાવસ્થા અલગ હોય છે અને કોઈપણ પ્રકારની કસરત કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લો.
લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં લોકો મહિલાના ડાન્સ મૂવ્સના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘સુપર મા.. અને ધ્યાન રાખો’. બીજાએ લખ્યું- “ખૂબ જ મીઠી માધુરી ગરુ.”
આ પણ વાંચો :કરવા ચૌથના દિવસે શહનાઝ ગિલનો આ વીડિયો થયો વાયરલ, હાથમાં જોવા મળ્યો લાલ ચૂડો
આ પણ વાંચો :લાઈવ ટીવી દરમિયાન રિપોર્ટિંગ કરી રહ્યો હતો એન્કર, ત્યારે જ તેના દીકરાએ કર્યું એવું કે…
આ પણ વાંચો : દુલ્હાએ લગ્નની વિધિ દરમિયાન દુલ્હન સાથે બનાવી રોટલી, જુઓ આ પ્રેમભર્યો વીડિયો
