Not Set/ #વરસાદ : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 30 જિલ્લાનાં 133 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધવામા આવી રહ્યો છે.રાજ્યનાં 30 જિલ્લાનાં 133 તાલુકાઓમાં સારો વરસાદ નોંધવામા આવ્યો છે. ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંઘાયો છે. વધઈ તાલુકામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે.  કપરાડા, વાંસદા, આહવા અને સુબીર આમ, ચાર તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.  બાકીનાં 10 તાલુકામાં 2 થી 4 ઇંચ […]

Top Stories Gujarat
rainy cloud #વરસાદ : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 30 જિલ્લાનાં 133 તાલુકાઓમાં નોંધાયો વરસાદ

સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધવામા આવી રહ્યો છે.રાજ્યનાં 30 જિલ્લાનાં 133 તાલુકાઓમાં સારો વરસાદ નોંધવામા આવ્યો છે. ડાંગ જિલ્લાના વધઈ તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંઘાયો છે. વધઈ તાલુકામાં 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે.  કપરાડા, વાંસદા, આહવા અને સુબીર આમ, ચાર તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.  બાકીનાં 10 તાલુકામાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. અન્ય 10 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. તો સામે 108 તાલુકામાં 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હોવાનું આંકડાકીય માહિતીનાં આધરે સામે આવી રહ્યું છે.  

ગાંધીનગર સ્થિતિ SEOC દ્વારા આપવામાં આવેલ માહિતી અનુુસાર, રાજ્યભરમાં મોસમનો સરેશાન વરસાદ 10 ઇંચ વરસાદ વરસ્યો છે. જે મોસમનો 30.74 ટકા વરસાદ હોવાથી હાલ પણ રાજ્યમાં વરસાદની અછત નોંધાઇ રહી છે. રાજ્યનાં અનેક વિસ્તારમાં આજે પણ કાગડોળે વરસાદની રાહ જોવામા આવી રહી છે. 

rain #વરસાદ : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 30 જિલ્લાનાં 133 તાલુકાઓમાં નોંધાયો વરસાદ
File Photo

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.