Not Set/ ઉત્તરાખંડનાં ચમોલીમાં ભૂકંપનો જોરદાર આંચકો, રિક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મંગળવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સાંજે 7.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જિલ્લા અધિકારી સ્વાતિ ભદૌરીયાએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 4.5 હતી. ભૂકંપનું કેન્દ્ર હિન્દુ કુશ પર્વત હતું. આ મહિનામાં ચમોલીમાં અત્યાર સુધી ત્રણ આંચકા અનુભવાયા છે. ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી. આ મહિને, 13 ડિસેમ્બરે સવારે 4.57 વાગ્યે, 8 […]

India
ભૂકંપના

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મંગળવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સાંજે 7.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જિલ્લા અધિકારી સ્વાતિ ભદૌરીયાએ જણાવ્યું હતું કે, રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 4.5 હતી. ભૂકંપનું કેન્દ્ર હિન્દુ કુશ પર્વત હતું. આ મહિનામાં ચમોલીમાં અત્યાર સુધી ત્રણ આંચકા અનુભવાયા છે. ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી. આ મહિને, 13 ડિસેમ્બરે સવારે 4.57 વાગ્યે, 8 ડિસેમ્બરે સાંજે 4.26 અને મંગળવારે સાંજે 7.25 વાગ્યે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. 

આપને જણાવી દઇએ કે હાલમાં જ અફઘાનિસ્થાનની હિંદુકુશ પર્વતમાળામાં કેન્દ્ર બિંદુ માનવામાં આવતા ભૂકંપની તિવ્રતા એટલી હતી કે, આચકાની અસરો પાકિસ્તન સહિત દિલ્હી- પંજાબ વગેરે અનેક રાજ્યમાં નોંધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવેતા આંચકાની તિવ્રતા 6.3 નોંધવામાં આવી હતી.

વારંવાર અને વઘતી તિવ્રતાથી આવી રહેલા ભૂકંપના આંચકાથી લોકોમાં હાલ કોઇ મોટી હોનારત થવાનો ભય પેસી ગયો છે. લોકો દ્વારા આ સમયમાં જ્યારે સદીનું મોટામાં મોટું સૂર્ય ગ્રહણ પણ બે દિવસમાં થવા જઇ રહ્યું છે, ત્યારે ભૂંકપ અનુભવાય તેવું પ્રિડિક્શન કરવમાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.