ગુજરાત/ ધોરાજી સ્થિત આ કોલજની હાલત મરણ પથારીએ, ઇમારત જોઈને કહેશો કે….

આજથી 53 વર્ષ પહેલા બનેલ ધોરાજીની કે ઓ શાહ કોલેજની હાલત આજે દયનીય છે. લાખો વિદ્યાર્થીનું ભવિષ્ય બનાવનાર આ કોલેજ આજે ખંડેર જેવી થઈ ગઈ છે. 8 – 9 વીઘા જમીનમાં ફેલાયેલ કોલેજમાં કોમર્સ અને આર્ટ્સના 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

Top Stories Gujarat Others
ધોરાજી

@સંજય જોટંગીયા

ધોરાજી એ સૌરાષ્ટ્રની શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે.એક સમયે શિક્ષણમાં જે કોલેજની નામના હતી તેવી કે ઓ શાહ કોલેજ આજ મરણ પથારીએ છે. ઇમારત જોઈને તેના ભવ્ય ઇતિહાસની ઝલક જોવા મળે છે, તેમાં પણ વિદ્યાનું અપમાન સમાન હજારો પુસ્તકોની લાઇબ્રેરીને શૌચાલયમાં રાખવાનો સમય આવ્યો છે. હજારો વિદ્યાર્થીના ભવિષ્યને બનાવનાર  આ કોલેજને નવી બનાવવા માટે તમામ લોકોની માંગ છે.

આજથી 53 વર્ષ પહેલા બનેલ ધોરાજીની કે ઓ શાહ કોલેજની હાલત આજે દયનીય છે. લાખો વિદ્યાર્થીનું ભવિષ્ય બનાવનાર આ કોલેજ આજે ખંડેર જેવી થઈ ગઈ છે. 8 – 9 વીઘા જમીનમાં ફેલાયેલ કોલેજમાં કોમર્સ અને આર્ટ્સના 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.અને તાલુકાના 20થી વધુ ગામના મોટા ભાગે પછાત વર્ગ અને ગરીબ પરિવારમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે આવી રહ્યા છે.બે માળની આ કોલેજમાં 50થી વધુ રૂમ છે પરંતુ દરેક રૂમની હાલત દયનીય છે. રૂમમાં છતમાંથી પોપડા પાડવા અને દીવાલો ઝર્જરીત થઈ ગઈ છે. બીજા માળે જવા માટે સીડીની હાલત્તો જાણે કે કોઈ હોરર ફિલ્મમાં બતાવવામાં આવેલ મકાન જેવી લાગે છે. નગરપાલિકા દ્વારા સંચાલિત આ કોલેજને નવીનીકરણ કરવા અને મરમ્મત કરવા માટે ધોરાજી શહેરના આગેવાનો અને નેતાઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે.

Untitled 61 5 ધોરાજી સ્થિત આ કોલજની હાલત મરણ પથારીએ, ઇમારત જોઈને કહેશો કે....

આ કોલેજની અંદર NCC પણ ચાલે છે, જે વિદ્યાર્થીઓ ડૉક્ટર કે ઇજનેરનો અભ્યાસ નથી કરતાં અને કોમર્સ કે આર્ટસના અભ્યાસ સાથે ફોરેસ્ટ, પોલીસ કે અન્ય જગ્યાએ નોકરી કરવી છે તેના માટે NCC ખુબજ ઉપયોગી છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને આ કોલેજને બચાવી જરૂરી છે. તે માટે ભૂતપૂર્વ પ્રિન્સિપાલે પણ રજૂઆતો કરી છે અને સરકાર અને દાતાઑ ને આગળ આવવા માટે વિનંતી કરી છે,

Untitled 61 6 ધોરાજી સ્થિત આ કોલજની હાલત મરણ પથારીએ, ઇમારત જોઈને કહેશો કે....

શૌચાલય એ આ કોલેજની લાઇબ્રેરી છે અને સૌચાલયમાં જ ધોરાજીની કે ઑ શાહ કોલેજના આ જ્ઞાનના ભંડાર સમાન પુસ્તકોને રાખવામાં આવ્યા છે.સંડાસના કમોદ એ આ પુસ્તકો રાખવા માટેની કબાટ કે સ્ટેન્ડ હોય તેવી રીતે અહી પુસ્તકોને સંડાસના કમોડ ઉપર રાખવામાં આવ્યા છે.

Untitled 61 7 ધોરાજી સ્થિત આ કોલજની હાલત મરણ પથારીએ, ઇમારત જોઈને કહેશો કે....

લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડનાર ધોરાજીની નમૂનેદાર કે ઑ શાહ કોલેજ ને ઘડનાર કે નવીનીની કરણમાં સરકાર અને સ્થાનિક આગેવનો ને કોઈ રસ ના હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ભાજપની સરકારના અને ભાજપના જ સ્થાનિક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ સરકારને એક પત્ર લખીને ધોરાજીમાં જ નવી કોલેજ બનાવવાની સરકાર પાસે માંગ કરી છે જે કે ઑ શાહ કોલેજને આડકતરી રીતે બંધ કરવા તરફનું સૂચન અને પગલું છે જેની પૂર્વ ધારાસભ્ય લલીત વસોયાએ ભારે ઝાટકણી કાઢી હતી.

સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અને શિક્ષણ માટે મોટું બજેટ જાહેર કરવામાં આવે છે ત્યારે સરકાર આવી કોલેજોનો ઉદ્ધાર કરે તે સરકાર અને વિદ્યાર્થીઓ માટે મોટું કામ હશે. ધોરાજી તથા આજુબાજુ ના તમામ તાલુકાના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે હવે  કે.ઓ શાહ કૉલેજ નવા રૂપરંગ સાથે પેલા હતી એવી  જોવા મળશે.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ