સુરેન્દ્રનગર/ થાનગઢમાં વિવિધ વિસ્તારોમાં કચરા અને ગંદકીનાં ઢગથી રહીશો પરેશાન

થાનગઢની અંદર અલગ-અલગ વોર્ડમાં સફાઇનાં અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે સફાઇમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે વિજીલન્સ તપાસની માંગ કરી હતી.

Gujarat Others
ગુજપાક 5 થાનગઢમાં વિવિધ વિસ્તારોમાં કચરા અને ગંદકીનાં ઢગથી રહીશો પરેશાન

થાનગઢની અંદર અલગ-અલગ વોર્ડમાં સફાઇનાં અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખે સફાઇમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે વિજીલન્સ તપાસની માંગ કરી હતી.

આ પણ વાંચો – Wow! / Jio Fiber ને ટક્કર આપવા આવ્યું Tata Play Fiber, યુઝર્સને રૂ. 1,150 નો ફ્રી હાઈ ઈન્ટરનેટ સ્પીડ પ્લાન ઓફર

થાનગઢ નગરપાલિકા વિસ્તારનાં વિવિધ વોર્ડમાં સફાઇનાં અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાય છે. જેમાં શહેરનાં મુખ્યમાર્ગો પર પણ સફાઇ ન થતા રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે થાન કોંગ્રેસ શહેર પ્રમુખ મંગળુભાઇ ભગતે જણાવ્યુ કે, થાનગઢની અંદર નગરપાલિકાનાં તમામ વોર્ડની અંદર કચરાનાં ઢગલા છે. લગભગ થાનગઢ નગરપાલિકા 30થી પણ વધારે કાયમી કર્મચારી 150થી પણ વધારે રોજમદાર કર્મચારીઓ છે. વર્ષે કાયમી કર્મચારીને 68 લાખ પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે રોજમદારને પણ લાખોમાં પગાર ચૂકવવામાં આવે છે. ભાજપ શાસન નગરપાલિકા પગારનાં નામે રોજમદારનાં નામે જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને તપાસ થવી જોઈએ કોણ મોટું કટ કી બાજ છે. આની અંદર સેનિટેશન ચેરમેન નગરપાલિકાનાં પ્રમુખ નગરપાલિકાનાં ઉપપ્રમુખ તમામ સદસ્યો દ્વારા ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આથી વિજિલન્સ તપાસ થવી જોઇએ તો સાચો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ હોવાનુ જણાવ્યુ હતુ.