Not Set/ રાજકોટ/ સ્વામીની ફેસબુક લીલા આવી સામે, મહિલાને કર્યો વીડિયોકોલ, કહ્યુ ક્યારેક આવો મહારાષ્ટ્ર

આજે સવારથી જ રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ પર મહિલાઓનાં ટોળાઓ જોવા મળી રહ્યા છે. જ્યા મહિલાઓ કથિત સ્વામીજીનાં વીડિયો કોલ પર પોતાનો ગુસ્સો ઠાલવવા અહી એકત્રિત થયા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ, પોતાને સ્વામી કહેતા એવા મુકુંદસ્વામી કે જેમણે એક મહિલાને ફેસબુક પર વીડિયો કોલ કર્યો હતો અને જ્યારે મહિલા દ્વારા કોલને રિસીવ ન કરવામાં આવ્યો ત્યારે […]

Top Stories Rajkot Gujarat
Rajkot રાજકોટ/ સ્વામીની ફેસબુક લીલા આવી સામે, મહિલાને કર્યો વીડિયોકોલ, કહ્યુ ક્યારેક આવો મહારાષ્ટ્ર

આજે સવારથી જ રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ પર મહિલાઓનાં ટોળાઓ જોવા મળી રહ્યા છે. જ્યા મહિલાઓ કથિત સ્વામીજીનાં વીડિયો કોલ પર પોતાનો ગુસ્સો ઠાલવવા અહી એકત્રિત થયા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ, પોતાને સ્વામી કહેતા એવા મુકુંદસ્વામી કે જેમણે એક મહિલાને ફેસબુક પર વીડિયો કોલ કર્યો હતો અને જ્યારે મહિલા દ્વારા કોલને રિસીવ ન કરવામાં આવ્યો ત્યારે તેમણે ફેસબુક મેસમેન્જરમાંથી મેસેજ કરી મહિલાને અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા કહ્યુ કે, સારુ થયુ તમે મળ્યા, ગુજરાતમાં સત્સંગ કરો છો તો ક્યારેક મહારાષ્ટ્રમાં પણ સત્સંગનો લાભ લો.

આ સમગ્ર ઘટના બાદ આજે સવારે રાજકોટમાં મહિલાઓ ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિરે પહોંચી પોતાનો રોષ ઠાલવ્યો હતો. ઘટના 5 નવેમ્બરની છે. જણાવી દઇએ કે, પોતાને વડતાલનાં સ્વમિનારાયણ મંદિરનાં સ્વામી ગણાવતા કથિત સ્વામીજીએ મહિલાને ફેસબુકમાં વીડિયો કોલ કર્યો અને જ્યારે તે મહિલાએ કોલ રિસીવ ન કર્યો ત્યારે તેમને ફેસબુક મેસેન્જરથી તેઓ મેસેજ કરે છે. આ સમગ્ર બાબતને લઈને રાજકોટની 40થી વધુ મહિલાઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે, જેને બતાવવા માટે આજે સવારથી  મહિલાઓમાં રાજકોટનાં ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે પહોચી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.