Not Set/ અમેરિકાનાં મહત્વનાં ગણાતા સૈન્ય ઠેકાણા પર ફાયરિંગ, ભારતીય એર ચીફ માર્શલ ભદોરિયા પણ હતા હાજર

અમેરિકાનાં મહત્વનાં ગણાતા સૈનિક થાણા પર્લ હાર્બરમાં બુધવારે બપોરે ફાયરિંગ થયું હતું. આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયાનાં સમાચાર છે. જે સમયે આ ઘટના બની હતી ત્યારે ભારતીય વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા અને તેમની ટીમ ત્યાં હાજર હતા. જો કે એર ચીફ ભદોરીયા સહિત તમામ લોકો સુરક્ષિત છે. અમેરિકાના નવલ એર […]

Top Stories World
Pearl harbour અમેરિકાનાં મહત્વનાં ગણાતા સૈન્ય ઠેકાણા પર ફાયરિંગ, ભારતીય એર ચીફ માર્શલ ભદોરિયા પણ હતા હાજર

અમેરિકાનાં મહત્વનાં ગણાતા સૈનિક થાણા પર્લ હાર્બરમાં બુધવારે બપોરે ફાયરિંગ થયું હતું. આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયાનાં સમાચાર છે. જે સમયે આ ઘટના બની હતી ત્યારે ભારતીય વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા અને તેમની ટીમ ત્યાં હાજર હતા. જો કે એર ચીફ ભદોરીયા સહિત તમામ લોકો સુરક્ષિત છે.

અમેરિકાના નવલ એર બેઝ પર્લ હાર્બર પર અજાણ્યા બંદૂકધારીએ પર્લ હાર્બર નેવલ શિપયાર્ડમાં આડેધડ ફાયરીંગ કર્યું હતું, જેમાં બે નાગરિકો અને એક આર્મી મેન ઘવાયા હતા. સમાચાર મુજબ બંદૂકધારીએ હુમલા બાદ આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોએ બંદૂકધારીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે પોતાની જાતને ગોળી મારી દીધી હતી. હુમલા બાદ પર્લ હાર્બરને બંધ કરી દેવામાં આવ્યો છે.

પર્લ હાર્બરમાં કામ કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે તે જ્યારે કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો ત્યારે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. તે ભાગીને બહાર આવ્યો ત્યારે ત્રણ લોકો ઘાયલ અવસ્થામાં નીચે પડ્યા હતા. તેમણે જણાવ્યું કે બંદૂકધારી નેવીની વર્દીમાં હતો અને તેણે પોતાની જાતને ગોળી મારી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.