Not Set/ સુરતમાં ૨૫ ફેબ્રુઆરીએ યોજાશે રન ફોર ન્યુ ઇન્ડિયા મેરેથોન : પીએમ મોદી આપશે હાજરી

સુરત સુરત શહેરમાં 25મી ફેબ્રુઆરીએ 10મી યોજાનારી રન ફોર ન્યુ ઈન્ડિયા નાઇટ મેરેથોનમાં  વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે તેવી સુત્રો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં રન ફોર ન્યુ ઇન્ડિયાના થીમ પર 25મી ફેબ્રુઆરીએ નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ છે. મેરેથોન દોડની શરૂઆત યુનિવર્સિટી રોડ રધુવીર પાર્ટી પ્લોટથી કરવામાં આવશે. મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

Top Stories

સુરત

સુરત શહેરમાં 25મી ફેબ્રુઆરીએ 10મી યોજાનારી રન ફોર ન્યુ ઈન્ડિયા નાઇટ મેરેથોનમાં  વડાપ્રધાન મોદી હાજર રહેવાના છે તેવી સુત્રો દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

શહેરમાં રન ફોર ન્યુ ઇન્ડિયાના થીમ પર 25મી ફેબ્રુઆરીએ નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ છે. મેરેથોન દોડની શરૂઆત યુનિવર્સિટી રોડ રધુવીર પાર્ટી પ્લોટથી કરવામાં આવશે. મેરેથોનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહીને મેરેથોનમાં ભાગ લેનારાઓને પ્રોત્સાહિત કરશે.

નાઈટ મેરેથાનમાં ગુજરાતમાં પ્રથમ વખત જ દિલ્હીનું મુંગફલી બેન્ડનું પર્ફોમન્સ આકર્ષણ બની રહેશે. ઉલ્લેખનીય છે કે જયારે  પીએમ મોદી ફ્લેગ ઓફ કરશે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત સુરતના સાંસદ અને ધારાસભ્યો પણ હાજર રહેશે.

સુરતના સાંસદસભ્ય દર્શનાબહેન જરદોશએ જણાવ્યું રન ફોર ન્યુ ઇન્ડિયા નાઈટ મેરેથોનમાં સુરતના દોઢ લાખ લોકો જોડાવાના છે. સુરતી લોકો માત્ર ખાવાના શોખીન જ હોય છે તેવું નથી પણ ખાણીપીણીની સાથે સાથે તેઓ સ્વાસ્થ્યની પણ કાળજી રાખે છે.

દર્શનાબહેને વધુમાં ઉમેર્યું હતું કે આ મેરેથોન  શહેરની અવેરનેસ અને હેલ્થની જાગૃતિ આપવામાં મદદરૂપ થશે.

મેરેથોનના આયોજનકાર ડૉ. કે.સી જૈને પણ મેરેથોન વિષે જણાવતા કહ્યું કે આ મેરેથોનમાં મુખ્ય ચાર કેટેગરી હશે.જેમાં ૫ કિલોમીટર, ૧૦ કિલોમીટર,હાલ્ફ મેરેથોન એટલે કે ૨૧.૧ કિલોમીટર અને ફુલ મેરેથોન એટલે કે ૪૨.૧૯ કિલોમીટરનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત  આયોજકો દ્વારા રનરને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું પૂરું ધ્યાન રાખવામાં આવશે.

મહત્વનું છે કે આ મેરેથોનમાં દેશ અને વિદેશના દોડવીરો ભાગ લઈ રહ્યા છે.