અમેરિકામાં શિકાગો શહેરમાં સોમવારે ગોળીબારન એલીધે ૪ લોકોને જીવ ગુમાવવો પડ્યો છે. મરનાર લોકોમાં એક પોલીસ અને બંદૂકધારી શામેલ હતા. એટલું જ નહી પણ એક ડોકટરનું પણ મૃત્યુ થયું છે.
આ ગોળીબારમાં હોસ્પિટલનો એક સ્ટાફ મેમ્બર પણ ઘાયલ થયો છે. સોમવારે દક્ષીણ શિકાગો શહેરમાં મર્સી હોસ્પીટલમાં અંધાધુન ગોળીબાર થયો હતો.
Chicago police say they are responding to a shooting near a Chicago hospital with “reports of multiple victims.”: The Associated Press #UnitedStates
— ANI (@ANI) November 19, 2018
હોસ્પિટલમાં ઉપસ્થિત લોકોના કહેવા પ્રમાણે બે લોકો વાતો કરતા-કરતા ચાલી રહ્યા હતા તેવામાં અચાનક ખબર નહી શું થયું કે તેમણે ગોળી ચલાવવાની શરુ કરી દીધી. બંદુકધારી સહિત ચાર લોકોના મૃત્યુ થયા છે.
અચાનક ગોળીનો અવાજ સંભળાતા દર્દીઓ ડરી ગયા હતા અને આમ-તેમ ભાગી રહ્યા હતા. હોસ્પીટલના સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે બધા દર્દીઓ અને હોસ્પિટલનો સ્ટાફ હાથ ઉપર રાખીને પાર્કિંગ તરફ જઈ રહ્યો હતો.બંદુકધારી સાથે હેન્ડગન હતી જેમાં ઘણી બધી ગોળીઓ ભરેલી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે એક પોલીસ ઓફિસર બંદુક લઈને આ બંદુકધારી તરફ વધી રહ્યો હતો તે દરમ્યાન તેણે પોલીસ પર ફાયરીંગ શરુ કરી દીધું હતું જેને લીધે પોલીસનું ઘટના સ્થળે મોત થયું હતું.
