#Breaking_News/ ધારાસભ્ય આશાબેન પટેલ વેન્ટિલેટર પર, ઝાયડસ હોસ્પિટલમાં દાખલ

ડેંગ્યુ થયા બાદ તેમના લીવરમાં અસર થઇ  હતી. અને લીવર ડેમેજ થયું છે. લિવરની સારવાર માટે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Top Stories Gujarat

રાજયમાં હાલમાં કોરોના સાથે અનેક મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. જેમાં સામાન્ય નાગરિકો હેરાનપરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવે મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ પણ ડેન્ગ્યુનો શિકાર બન્યા હતા. અને ડેન્ગ્યુ વકરતા તેમના લીવર ઉપર ખરાબ અસર થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલને ડેન્ગ્યુની અસર થઇ હતી. જેમાં તેમની હાલત ગંભીર બની હતી. અને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર બનતા તેમને અમદાવાદ ની જાણીતી  ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડેંગ્યુ થયા બાદ તેમના લીવરમાં અસર થઇ  હતી. અને લીવર ડેમેજ થયું છે. લિવરની સારવાર માટે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  નોંધનીય છે કે, દિલ્હીથી 7 તારીખે આવ્યા બાદ તેમને  ડેન્ગ્યુ થયો હતો. બે દિવસ ઊંઝાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તબિયત વધુ લથડતા અમદાવાદ ઝાયડ્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. અને લીવર ડેમેજ થતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે મૂળે કોંગ્રેસી એવા આશાબેન પટેલ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ઊંઝા બેઠક ઉપરથી કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. પંરતુ લોકસભાની ચૂંટણી પહેલા જ 2 ફેબ્રુઆરી 2019 ના રોજ તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. અને યોજયેલી  પેટા ચૂંટણીમાં તેઓ ભાજપની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા.

સંબોધન / PM નરેન્દ્ર મોદીએ ‘સમિટ ફોર ડેમોક્રેસી’માં શું કહ્યું જાણો…

રોડ અકસ્માત / દ્વારકા નજીક અકસ્માતમાં અમદાવાદનાં ચાર યાત્રાળુનાં કમકમાટી ભર્યા મોત

National / 2014-2021 દરમિયાન આટલા કરોડ નકલી રેશનકાર્ડ થયા રદ