Chotila Chamunda Temple Holi Darshan Time: જગવિખ્યાત યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે હોળી અને ફાગણી પૂનમના પવિત્ર પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં ઉમટી પડતા પદયાત્રીઓ અને ભક્તોની સુવિધા માટે માતાજીના દ્વાર વહેલા ખોલવાનો નિર્ણય લેવાયો છે. ખાસ વાત એ છે કે, આ દિવસે ચંદ્રગ્રહણ હોવા છતાં દર્શનના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.
Chotila : વહેલી સવારે થશે મંગળા આરતી
હોળી અને પૂનમના પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે મુજબ મંદિરના કપાટ નિર્ધારિત સમય કરતાં વહેલા ખોલવામાં આવશે. ભક્તોની સુવિધા માટે વહેલી સવારે 2:30 વાગ્યે જ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવશે અને ત્યારબાદ સવારે 3:00 વાગ્યે માતાજીની ભવ્ય મંગળા આરતી કરવામાં આવશે, જેથી દૂર-દૂરથી આવતા માઈભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન અને આરતીનો લાભ લઈ શકે.

ચંદ્રગ્રહણ છતાં દર્શન રાબેતા મુજબ
સામાન્ય રીતે ગ્રહણ દરમિયાન અનેક મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવતા હોય છે, પરંતુ ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે આગામી ચંદ્રગ્રહણ છતાં દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શ્રદ્ધાળુઓ માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે, જેથી દૂર-દૂરથી આવતા પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે.
આ પણ વાંચો: ચોટીલા હાઇવે પર મોડી રાત્રે સર્જાયો ત્રિપલ અકસ્માત
આ પણ વાંચો: ચોટીલાની યુપી-બિહાર-પંજાબી ઢાબા નામની હોટલમાંથી બાયોડીઝલ ઝડપાયું
આ પણ વાંચો: હવે ગુજરાતની પ્રથમ ફ્યુનિક્યુલર સિસ્ટમ ચોટીલામાં કાર્યરત થશે
