ગુજરાત યુનિવર્સિટીની હાલમાં પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં આજની પરીક્ષાનું પેપર લીક થયાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. B.COM સેમિસ્ટર 6 નું ફંડામેન્ટલ ઓફ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ નું પેપર લીક થવાનો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષા શરૂ થયાના 10 મિનિટ પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

નોધનીય છે કે, પરીક્ષાનો સમય 10 વાગ્યાનો હતો અને પેપર તે પહેલાં જ વોટ્સએપ પર ફરતું થયું હતું. યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે બચાવ કરતાં જણાવ્યુ હતું કે, આ અંગે તેમને કોઈ ફરિયાદ મળી નથી. જી કોઈ ફરિયાદ મળશે તો તપાસ કરીશું
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
