Jammu Kashmir News/ રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીર પહોંચી પાકિસ્તાની હુમલાના પીડિતો સાથે મુલાકાત કરી

પહલગામ હુમલા બાદ કોંગ્રેસ નેતા અગાઉ 25 એપ્રિલે શ્રીનગર પહોંચ્યા હતાં

Top Stories India

Jammu Kashmir News : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશમીર પહોંચ્યા છે. શનિવારે રાહુલ ગાંધીએ સરહદી જિલ્લા પૂંછમાં પાકિસ્તાની હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી. પહલગામ આતંકી હુમલા બાદ રાહુલ ગાંધી બીજી વખત જમ્મુ-કાશ્મીર આવ્યા છે. પહલગામ હુમલા બાદ કોંગ્રેસ નેતા અગાઉ 25 એપ્રિલે શ્રીનગર પહોંચ્યા હતાં.

પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને આઠથી દસ દિવસ સુધી સીઝફાયરનું ઉલ્લંઘન કરી આંતરરાષ્ટ્રીય સરહદો પર ગોળીબાર અને મોર્ટાર વડે હુમલા કર્યા હતાં. જેમાં 20 નાગરિકોએ જીવ ગુમાવ્યા હતાં. જ્યારે 80થી વધુ લોકો ઘવાયા હતાં. રાહુલ ગાંધીએ પૂંછમાં પીડિતોની મુલાકાત દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, આ ખૂબ જ ભયાવહ ઘટના હતી. અહીં ઘણા લોકો માર્યા ગયા છે. મેં પીડિતો સાથે મુલાકાત કરી, વાતો કરી.

હું પરિસ્થિતિ અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ મુદ્દાને હું રાષ્ટ્રીય સ્તરે ઉઠાવીશ.રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન પક્ષના સાંસદ તથા જમ્મુ-કાશ્મીરના પ્રભારી ડો. સૈયદ નાસિર અહમદ, પ્રદેશ પ્રધાન તારિક હમીદ કરા પૂંછ પહોંચ્યા હતાં. પૂંછમાં તેઓ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સંપૂર્ણ માહિતી આપશે. આ સિવાય અંતરિયાળ વિસ્તારોમાં બંકરોના નિર્માણ, સમારકામ અને પ્રભાવિત લોકો માટે વ્યાપક પેકેજની માગ સંબંધિત મુદ્દા પર વિચાર-વિમર્શ કરશે.

રાહુલ ગાંધી શનિવારે સાંજે દિલ્હી પરત ફરશે.પાકિસ્તાન દ્વારા POK અને આંતરરાષ્ટ્રીય સરહદ પર કરવામાં આવેલા હુમલામાં પૂંછ અને રાજૌરી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયુ હતું. અંધાધૂધ ગોળીબાર અને હુમલામાં સરહદી વિસ્તારોમાં આવેલા ઘરોને નુકસાન થયું હતું. સ્થાનિકોનું જનજીવન ખોરવાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:15 સેકન્ડમાં 5 લોકોના મોત, એક ભૂલથી થયો અકસ્માત, રાજસ્થાનમાં કેન્ટર સાથે ટાટા સફારીની ટક્કર

આ પણ વાંચો:રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં 9ના મોત અને 15 ઘાયલ

આ પણ વાંચો:રાજસ્થાનનાં બુંદીમાં ઘટી મોટી દુર્ઘટના, ભીષણ માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત