Not Set/ ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદભવનમાં મતદાન

દેશના બીજા ક્રમના સૌથી ઉચ્ચ બંધારણીય હોદ્દા ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદભવનમાં મતદાન યોજવામાં આવ્યુ… માત્ર પચારિકતા સમાન આ ચૂંટણી જંગમાં સત્તાધારી એનડીએ ગઠબંધને પૂર્વ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુને અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ તથા મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. સત્તાધારી એનડીએ ગઠબંધન એનડીએ ૫૪૫ સભ્યોની લોકસભામાં ૩૩૮ સાંસદ […]

India
59649784 ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદભવનમાં મતદાન

દેશના બીજા ક્રમના સૌથી ઉચ્ચ બંધારણીય હોદ્દા ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદભવનમાં મતદાન યોજવામાં આવ્યુ… માત્ર પચારિકતા સમાન આ ચૂંટણી જંગમાં સત્તાધારી એનડીએ ગઠબંધને પૂર્વ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુને અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ તથા મહાત્મા ગાંધીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. સત્તાધારી એનડીએ ગઠબંધન એનડીએ ૫૪૫ સભ્યોની લોકસભામાં ૩૩૮ સાંસદ ધરાવતું હોવાથી ઉપરાષ્ટ્રપતિપદે વેંકૈયા નાયડુનો વિજય નિશ્ચિત મનાય છે. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર શનિવારે સવારે ૧૦ કલાકે સંસદભવન ખાતે મતદાન શરૂ થશે અને સાંજે પાંચ કલાક સુધી સાંસદો મતદાન કરી શકશે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિના બન્ને ઉમેદવાર વૈકયા નાયડુ અને ગોપાલકૃષ્ણ ગાંધીએ મતદાન કર્યુ.. આ ઉપરાંત ગુજરાતના બધા સાંસદોએ પણ મતદાન કર્યુ… મહત્વનુ છે કે, મતદાન બાદ મતગણતરી હાથ ધરાશે અને સાત વાગ્યા સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે….