Not Set/ 66 નવી ડોમેસ્ટિક ફ્લાઈટનું એલાન, રિજનલ એર કનેક્ટિવિટીમાં સૌથી આગળ સ્પાઈસ જેટ

66 નવી ડોમેસ્ટિક ફ્લાઈટનું એલાન, રિજનલ એર કનેક્ટિવિટીમાં સૌથી આગળ સ્પાઈસ જેટ

India Trending
રાજકોટ 9 66 નવી ડોમેસ્ટિક ફ્લાઈટનું એલાન, રિજનલ એર કનેક્ટિવિટીમાં સૌથી આગળ સ્પાઈસ જેટ

2020નું વર્ષ ઉડ્ડયન ક્ષેત્રે કંગાળ સાબિત થયા બાદ હવે આ વર્ષે તહેવારોની સિઝનમાં હવાઈ મુસાફરી કરાવતી કંપનીઓને ઓક્સિજન મળવાની આશા છે. જેના ભાગરૂપે જ સ્પાઈસ જેટે 66 નવી ડોમેસ્ટિક ફ્લાઈટનું એલાન કર્યું છે. જેમાંથી કેટલીક ગુજરાતથી પણ છે.

  • ગુજરાતના શહેરોની જોડતી ફ્લાઈટ્સનો સમાવેશ
  • 28 માર્ચથી નવી ફ્લાઈટ્સ બનશે ઓપરેશનલ
  • ઉડાન યોજના અંતર્ગત જાહેર કર્યું લિસ્ટ
  • રિજનલ એર કનેક્ટિવિટીમાં સૌથી આગળ સ્પાઈસ જેટ

2021ના વર્ષમાં રિકવરી મોડમાં રહેલાં ઉડ્ડયન ક્ષેત્રથી મહત્વના સમાચાર આવ્યાં છે. રિજનલ એર કનેક્ટિવિટીમાં સૌથી આગળ સ્પાઈસ જેટે ઉડાન યોજના અંતર્ગત સસ્તા ભાડાની ઈન્ટરસિટી એટલે કે ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું નવું લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં 66 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું એલાન કરાયું છે. સૌથી મહત્વની વાત છે કે આ લિસ્ટમાં અમદાવાદથી શ્રીનગર અને અમદાવાદથી દરભંગાની ડાયરેક્ટ ફ્લાઈટ્સનો પણ સમાવેશ કરાયો છે. આ તમામ ફ્લાઈટ્સ 28મી માર્ચથી ઓપરેશનલ બનશે. શ્રીનગર જવા માટે વાયા દિલ્હીને બદલે અમદાવાદવાસીઓ સીધા જ સ્પાઈસજેટની ફ્લાઈટથી ધરતી પરના સ્વર્ગની નજીક પહોંચી શકશે. બીજી ખાસ વાત એ છે કે આ ફ્લાઈટ્સ 2105 રૂપિયા પ્રતિ વ્યક્તિના લઘુત્તમ ભાડા સાથે ઉડશે. એટલે કે મધ્યમવર્ગ માટે પ્રવાસે જવું સરળ બનશે.

  • ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું જાળું બનશે સમૃદ્ધ
  • મુંબઈ અને પુણેથી વધુ કનેક્ટિવિટી
  • બોઈંગ-737, બોમ્બાર્ડિઅર Q400થી ઉડાન
  • spicejet.com પરથી બુકિંગ શરૂ

મહત્વની વાત એ છે કે દેશમાં આંતરિક ઉડાન ભરતી ફ્લાઈટ્સ ઉડાન જેવી યોજનાને કારણે મધ્યમવર્ગ માટે અફોર્ડેબલ તો બની જ છે. પણ સાથે જ વધુને વધુ ડેસ્ટિનેશન શરૂ થવાને કારણે આંતરિક ઉડાનનું જાળું વધુ સમૃદ્ધ બન્યું છે. સ્પાઈસ જેટનું આ લિસ્ટ સોને પે સુહાગા જેવું સાબિત થશે. અમદાવાદ ઉપરાંત નવા લિસ્ટમાં પુણે, વારાણસી, દિલ્હી અને ગોવાની કનેક્ટિવિટી પણ વધુ સમૃદ્ધ બનશે. સ્પાઈસ જેટ કંપનીએ આ માટે પોતાના બોઈંગ-737 અને બોમ્બાર્ડિઅર ક્યુ-400 વિમાનોને તૈયાર રાખ્યાં છે. હાલમાં www.spicejet.com પરથી બુકિંગનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે. હવે આ વેકેશન સિઝનમાં એરલાઈન્સ કંપનીઓને કેવોક વકરો થાય છે તે તો સમય જ કહેશે.