@અમિત રૂપાપરા
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાઓ વિરુદ્ધના પત્રિકાકાંડમાં હવે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. શહેર ભાજપમાં ગંભીર આરોપો સાથેનો વિડીયો બાદ હવે પત્રિકાકાંડને લઈને પણ ભારે હલચલ જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો દમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર માટે આપવામાં આવેલા કે ઉઘરાવવામાં આવેલા ફંડનો દૂરઉપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો સાથેની એક પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
આ મામલે અગાઉ સુરતના ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા પોલીસને એક અરજી આપવામાં આવી હતી અને આ અરજીના આધારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ભાજપના જ દિગ્ગજ નેતા ગણાતા એવા ગણપત વસાવાની નજીકના ગણાતા એવા રાકેશ સોલંકીને મંગળવારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંચકી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, એક મહિના પહેલા જ ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં જે અરજી આપવામાં આવી હતી. તે અરજી બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આશરે 10 એક દિવસ પહેલા રાકેશ સોલંકીની ઓફિસમાં સર્ચ પણ કરવામાં આવ્યું હતું.
આ સર્ચ દરમિયાન રાકેશ સોલંકીની ઓફિસના કોમ્પ્યુટરમાંથી ભાજપના જ નેતાઓને બદનામ કરતી પત્રિકા મળી આવી હોવાની પણ એક ચર્ચા છે. સાથે જ એક પેન ડ્રાઈવ મળી આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે આ તમામ તપાસના ધમધમાટ વચ્ચે ધારાસભ્ય સંદીપ દેસાઈ સુરત ક્રાઈમ બ્રાન્ચ પહોંચ્યા હતા અને તેમને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.
ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા દીપુ યાદવ, ખુમાન પટેલ અને રાકેશ સોલંકી વિરુદ્ધ જે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તે ફરિયાદને લઈને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ ઈસમોને પકડવામાં આવ્યા છે અને આ ત્રણ ઈસમોમાં દીપુ યાદવ, ખુમાન પટેલ અને રાકેશ સોલંકીનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈસમોની પૂછપરછમાં આગામી દિવસોમાં નવા ખુલાસા થાય તો નવાઈ નહીં.
આ પણ વાંચો:રિવરફ્રન્ટ પર વધુ એક વ્યક્તિને બોટીંગ કરવી પડી ભારે, જુઓ દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત
આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી