Not Set/ ગુજરાતમાં અવિરત વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આવતા બે થી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વધુ અસર જોવા મળશે. રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે  સૌરાષ્ટ્રનાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, […]

Top Stories Gujarat Others
GettyImages 182715405 cyclone rain on roof severe weather 1120 ગુજરાતમાં અવિરત વરસાદ, ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આવતા બે થી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વધુ અસર જોવા મળશે.

રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે  સૌરાષ્ટ્રનાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ અને મોરબી સહિતનાં વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર આનંદ ખેડા, દાહોદ અને વડોદરા સહિત અન્ય શહેરોમાં ભારે વરસાદ પડશે. તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદ રહેશે. સરહદી વાવ અને સૂઈ ગામ તાલુકા પંથકમાં પંદર દિવસ અગાઉ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ ચોમાસું પાક તેમજ ઘાસચારાનું વાવેતર કરેલ પાક સારો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. જો કે પંદર દિવસ થવા છતાં વરસાદ ન થતાં ખેડૂતો મુંઝવણમાં મુકાયા હતા. પરંતુ સોમવારે એકાએક વાતાવરણ પલટાતા આકાશમાં વાદળો ઘેરાયા અને વરસાદ થવાના એંધાણ સર્જાયા હતા. આજે સવારથી જ રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

રાજ્યમાં વસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે કે, ડાંગ, સુરત, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, વલસાડ, નવસારી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, ભાવગનર, અમરેલી, રાજકોટ જિલ્લામાં છૂટો છવાયા વરસાદી ઝાપટા પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.