Not Set/ રામ રહીમ કેસઃ ડેરાની ચેરપર્સનની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા

સાધ્વી રેપ કેસમાં જેલમાં 20 વર્ષની સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમની ખાસ અને ડેરાની ચેરપર્સન વિપાસનાની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા છે. પંચકૂલામાં થયેલા રમખાણો માટે જે પ્લાનિંગ મીટિંગ કરવામાં આવી તેમાં વિપાસના હાજર હતી. આ વાત હનીપ્રીત, રાકેશ અરોરા અને એમએસજીના સીઈઓએ કન્ફર્મ કરી છે. ત્યાર પછી એસઆઈટી ઘણી વાર વિપાસનાને બોલાવી ચૂકી છે […]

India

સાધ્વી રેપ કેસમાં જેલમાં 20 વર્ષની સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમની ખાસ અને ડેરાની ચેરપર્સન વિપાસનાની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા છે. પંચકૂલામાં થયેલા રમખાણો માટે જે પ્લાનિંગ મીટિંગ કરવામાં આવી તેમાં વિપાસના હાજર હતી. આ વાત હનીપ્રીત, રાકેશ અરોરા અને એમએસજીના સીઈઓએ કન્ફર્મ કરી છે. ત્યાર પછી એસઆઈટી ઘણી વાર વિપાસનાને બોલાવી ચૂકી છે તેમ છતા વિપાસના બીમારીની વાત કહીને પંચકૂલા આવતી નથી અને તેના મેડિકલ રિપોર્ટ મોકલી આપે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે પોલીસ વિપાસનાની પૂછપરછ કરવા માટે સિરસા જશે.