સીજેઆઈ રંજન ગોગોઈ પર લાગેલા યૌન શોષણના આરોપોની તપાસ જસ્ટિસ એસ.એ.બોબડે કરશે.જસ્ટિસ બોબડે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ બાદ સુપ્રીમ કોર્ટમાં સૌથી વરિષ્ઠ જજ છે,આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી બનાવાઈ છે અને આ કમિટીમાં જસ્ટિસ રમના અને જસ્ટિસ બેનર્જીને પણ સામેલ કરાયા છે. આ મામલાને લઈને પ્રથમ સુનાવણી 26 એપ્રિલના રોજ હાથ ધરાશે..
ઉલ્લેખનીય છે કે આ સંબંધમાં જ્યારે જસ્ટિસ બોબડેનો સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ આ વાતની પુષ્ટિ કરી. તેઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ બાદ સિનિયર હોવાના કારણે સીજેઆઈએ જાતે તેમને યૌન ઉત્પીડનના આરોપીની તપાસ કરવા માટે કહ્યું છે.
