Not Set/ રિયાને મળશે Jail કે પછી Bail, મુંબઈની સ્પેશલ કોર્ટમાં આજે સુનાવણી

  ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજીની સુનાવણી આજે મુંબઈની વિશેષ અદાલતમાં થશે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ પુરા પાડતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા મંગળવારે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. રિયા સિવાય કોર્ટ તેના ભાઇ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર પણ સુનાવણી કરશે. સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં તેના પરિવારે રિયા […]

Uncategorized
a74710c6ea501415f65ca4aa8a2ea596 1 રિયાને મળશે Jail કે પછી Bail, મુંબઈની સ્પેશલ કોર્ટમાં આજે સુનાવણી
 

ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજીની સુનાવણી આજે મુંબઈની વિશેષ અદાલતમાં થશે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ પુરા પાડતા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા મંગળવારે રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. રિયા સિવાય કોર્ટ તેના ભાઇ શૌવિક ચક્રવર્તીની જામીન અરજી પર પણ સુનાવણી કરશે. સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં તેના પરિવારે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક સામે ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ સીબીઆઈ, ઇડી અને એનસીબી આ કેસની તપાસ કરી રહ્યા છે.

રિયા ચક્રવર્તીની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટની કલમ 27 એ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. રિયા પર એક્ટર સુશાંત સિંહ રાજપૂતને ડ્રગ્સ આપવાનો આરોપ છે. જોકે, રિયા પર પોતે ડ્રગ્સ લેવાનો આરોપ નથી. જો રિયાને આ કેસમાં દોષી ઠેરવવામાં આવે તો તેણીને દસ વર્ષની જેલની સજા થઈ શકે છે. મંગળવારે રાત્રે મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી જામીન અરજી નામંજૂર થયા બાદ રિયાએ વિશેષ અદાલતમાં અરજી કરી હતી. વિશેષ અદાલતમાં દાખલ જામીન અરજીમાં રિયાએ કહ્યું છે કે તે નિર્દોષ છે અને આ કેસમાં ખોટા આરોપ હેઠળ એનસીબીએ તેની ધરપકડ કરી છે. અગાઉ કોર્ટે રિયા ચક્રવર્તીને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી હતી.

વળી રિયાનાં ભાઈ શૌવિક અને આ કેસમાં અન્ય આરોપી પહેલા જ 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. મંગળવારે રાત્રે રિયા ચક્રવર્તીને એનસીબી ઓફિસમાં રાખવામાં આવી હતી અને બુધવારે તેણીને ભાયખલા જેલમાં મોકલી દેવામાં આવી હતી. મુંબઈની મહિલા કેદીઓને ભાયખલા જેલ એકમાત્ર જેલ છે. શીના બોરા હત્યા કેસનાં આરોપી ઈન્દ્રાણી મુખર્જી અને ભીમા-કોરેગાંવ કેસનાં આરોપી સુધા ભારદ્વાજ પણ આ જ જેલમાં બંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.