Not Set/ #Video/ માઈકલ હોલ્ડિંગ લાઈવ ટેલિકાસ્ટમાં રડી પડ્યા,જાણો શું છે કારણ

આજે વેસ્ટ ઇન્ડીઝનાં વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોમાં નસ્લવાદને લઇને ભારે રોષ છે. આ ક્રિકેટર્સ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. ઇંગ્લેન્ડ સાથે પહેલી ટેસ્ટ શરૂ થાય તે પહેલાં જ, બંને ટીમોનાં ખેલાડીઓએ અલગ રીતે જાતિગત ભેદભાવ સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અને હવે પોતાના સમયનાં દિગ્ગજ પેસર માઇકલ હોલ્ડિંગે જાતિવાદ પર દમદાર […]

Uncategorized
5aff25f3e9de9ac44bf810bdc004c69e #Video/ માઈકલ હોલ્ડિંગ લાઈવ ટેલિકાસ્ટમાં રડી પડ્યા,જાણો શું છે કારણ

આજે વેસ્ટ ઇન્ડીઝનાં વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોમાં નસ્લવાદને લઇને ભારે રોષ છે. આ ક્રિકેટર્સ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. ઇંગ્લેન્ડ સાથે પહેલી ટેસ્ટ શરૂ થાય તે પહેલાં જ, બંને ટીમોનાં ખેલાડીઓએ અલગ રીતે જાતિગત ભેદભાવ સામે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. અને હવે પોતાના સમયનાં દિગ્ગજ પેસર માઇકલ હોલ્ડિંગે જાતિવાદ પર દમદાર ભાષણ દેવાના એક દિવસ બાદ લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન પોતાના માતા-પિતાની સાથે થયેલા જાતિવાદ વર્તણૂક પર ચર્ચા કરતા રડી પડ્યા હતા.

હોલ્ડિંગે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચની ક્રિકેટ મેચ પહેલા કહ્યું હતું કે, અશ્વેત જાતિને અમાનુષીકૃત કરવામાં આવી અને જો સંપૂર્ણ માનવ જાતિને જાતિવાદ પર શિક્ષિત નહી કરવામાં આવે તો તે ચાલુ રહેશે. બીજા દિવસે આ વિષય વિશે વાત કરતી વખતે તે ભાવુક થઈ ગયા હતા. તેમણે સ્કાય ન્યૂઝને કહ્યું, “આ ભાવનાત્મક પક્ષ ત્યારે સામે આવ્યા જ્યારે મેં મારા માતા-પિતા વિશે વિચારવાનું શરૂ કર્યું અને હું ફરીથી ભાવનાશીલ થઈ રહ્યો છું.” હું જાણું છું કે મારા માતાપિતાએ કેવા સમયથી પસાર થયા છે. મારા માતાનાં પરિવારે તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું કારણ કે તેમનો પતિ ખૂબ જ અશ્વેત હતો.