- દહેગામ-બાયડ હાઈવે પર અકસ્માત
- અકસ્માતમાં ઘટનાસ્થળે બેના મોત
- બે બાઇક સામસામે અથડાયા સર્જાયો અકસ્માત
- અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ
- ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
- પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથધરી.
કોરોના વાયરસના કારણે ગુજરાતમાં લોકો પહેલથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ પણ ખુબ વધી રહી છે, જેમાં પણ લોકોના મોત થઈ રહ્યા છે.
આ જ પ્રકારે દહેગામ-બાયડ હાઇવે પર એક અકસ્માતની ઘટના ઘટી છે, જેમાં એક્સિડન્ટ થતા ૨ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
આ પણ વાંચો : 50 શિક્ષકો કોરોના સંક્રમિત, શિક્ષણ જગતમાં ફફડાટ
મળતી માહિતી અનુસાર, દહેગામ-બાયડ હાઇવે પર બે બાઇક સામસામે અથડાયા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.
આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે, જયારે બીજી બાજુ આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદમાં કોરોનાનો બ્લાસ્ટ, 5 વિદ્યાર્થીઓની ભૂલથી નોંધાયા કુલ 45 કેસ
આ પણ વાંચો :હોળી પ્રગટાવતી વખતે સાથે ન લઈ જતા સેનેટાઈઝર, નહીતર પછીથી થશે પસ્તાવો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
