નિધન/ દિગ્ગજ ડાન્સર પદ્મશ્રી અસ્તાદ દેબુનું નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

વર્ષ 2020 માં, આપણી વચ્ચથી ઘણા દિગ્ગજ સ્ટાર્સે વિશ્વને અલવિદા કહ્યું છે. આપને જણાવી દઇએ કે કથક અને કથકલીને એક નવો લુક આપનાર પ્રખ્યાત ડાન્સર અસ્તાદ દેબુનું નિધન થયું છે.

Entertainment
a 152 દિગ્ગજ ડાન્સર પદ્મશ્રી અસ્તાદ દેબુનું નિધન, મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ

વર્ષ 2020 માં, આપણી વચ્ચથી ઘણા દિગ્ગજ સ્ટાર્સે વિશ્વને અલવિદા કહ્યું છે. આપને જણાવી દઇએ કે કથક અને કથકલીને એક નવો લુક આપનાર પ્રખ્યાત ડાન્સર અસ્તાદ દેબુનું નિધન થયું છે. ગુરુવારે સવારે મુંબઇમાં તેમનું અવસાન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. તે લાંબા સમયથી બીમાર હતા.

અસ્તાદ દેબુની ગણતરી તે ડાન્સરોમાં થાય છે. જેમણે આધુનિક અને જૂના જમાનાના ભારતીય નૃત્યને એક નવુ ડાન્સ ફોર્મ તૈયાર કર્યું. તેમણે નૃત્યકારોની નવી પેઢીને નવી પ્રેરણા આપી. તેમણે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ભારતીય નૃત્યને આગળ ધપાવ્યું હતું.

અસ્તાદ દેબુનો જન્મ 13 જુલાઈ, 1947 ના રોજ ગુજરાતમાં થયો હતો. તેને શરૂઆતથી જ ડાન્સમાં રસ હતો. તેમણે શરૂઆતમાં ગુરુ પ્રહલાદ દાસ પાસેથી કથકનો અભ્યાસ કર્યો હતો. બાદમાં, અસ્તાદ દેબુએ ગુરુ ઇ.કે. પાણિકર પાસેથી કથકલીનું શિક્ષણ લીધું હતું. તેમણે લગભગ 5 દાયકા સુધી ડાન્સ જગત પર રાજ કર્યું.

અસ્તાદ દેબુને તેના નૃત્ય માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે તેઓ માત્ર નૃત્યમાં જ નહીં પરંતુ સમાજ સેવાના ક્ષેત્રમાં પણ સતત કામ કરી રહ્યા હતા. તેઓ ભારત અને વિદેશમાં અપંગ બાળકોની સેવા કરી રહ્યા હતા. તે જ સમયે, તેમ ના પરિવારે નૃત્ય પ્રેમીઓ માટે એક સંદેશ પણ આપ્યો છે. તે કહે છે કે તેણે દુનિયાને નૃત્યનું નવું રૂપ આપ્યું છે. જે આગળ વધવું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…