revolutionary/ Wi-Fi ક્રાંતિ માટે તૈયાર રહો, દૂરદરાજ વિસ્તારોમાં પણ મફત WiFi નેટવર્ક ઉપલબ્ધ થશે

દેશમાં ડિજિટલ ક્રાંતિ પછી વાઇફાઇ ક્રાંતિ ખૂબ જલ્દીથી  આવી રહી હોવાનાં સંકેતો સાપડી રહ્યા છે. કેન્દ્ર સરકારે દેશભરમાં વાઇફાઇ નેટવર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો છે.

Tech & Auto
free wifi Wi-Fi ક્રાંતિ માટે તૈયાર રહો, દૂરદરાજ વિસ્તારોમાં પણ મફત WiFi નેટવર્ક ઉપલબ્ધ થશે

દેશમાં ડિજિટલ ક્રાંતિ પછી વાઇફાઇ ક્રાંતિ ખૂબ જલ્દીથી  આવી રહી હોવાનાં સંકેતો સાપડી રહ્યા છે. કેન્દ્ર સરકારે દેશભરમાં વાઇફાઇ નેટવર્ક સ્થાપવાનો નિર્ણય કર્યો છે. પીએમ-પબ્લિક વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇંટરફેસ (પીએમ-વાણી-PM-WANI) હેઠળ, તમને ચાની કિટલી પર પણ મફત વાઇફાઇ સુવિધા મળશે.

શું યોજના છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પીએમ-પબ્લિક વાઇ-ફાઇ એક્સેસ નેટવર્ક ઇંટરફેસ (પીએમ-વાણી-PM-WANI) ના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં દેશમાં પીએમ-વાણી-પીએમ-વાની અંતર્ગત વાઇફાઇ ક્રાંતિનું ઉદઘાટન કરવામાં આવશે.

સરકાર દેશને વાઈ-ફાઈ સજ્જ કરવા 1 કરોડ ડેટા સેન્ટર ઉભા કરશે | Vyaapaar  Samachar

કેન્દ્ર સરકારની આ નવી યોજના વિશે વિગતવાર ચર્ચા કરતી વખતે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે હવે દેશમાં ડિજિટલ ક્રાંતિ પછી વાઇ-ફાઇ ક્રાંતિ થવાની છે. લોકોને હવે ઇન્ટરનેટ માટે કોઈ મોટી કંપની કે મોટી યોજનાની જરૂર રહેશે નહીં.

વાઇફાઇ દેશના દૂરના વિસ્તારોમાં પણ ઉપલબ્ધ થશે. અમારી ભાગીદાર વેબસાઇટ zeebiz.com અનુસાર, દેશમાં Wi-Fi ક્રાંતિને લાગુ કરવા માટે ત્રણ સ્તરોનું કામ કરવામાં આવશે. આમાં સાર્વજનિક ડેટા ઓફિસ, સાર્વજનિક ડેટા એગ્રીગ્રેટર અને એપ્લિકેશન પ્રદાતા શામેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…