તમારા માટે/ આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું લાભપ્રદ ? ખરેખર હૃદય પર થાય છે હકારાત્મક અસર, આખરે સત્ય શું છે

આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે લાભપ્રદ હોવાનું કેટલાક લોકો માને છે. એક સામાન્ય માન્યતા છે કે આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

Trending Health & Fitness Lifestyle
Beginners guide to 2024 04 01T153639.230 આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે કેટલું લાભપ્રદ ? ખરેખર હૃદય પર થાય છે હકારાત્મક અસર, આખરે સત્ય શું છે

આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે લાભપ્રદ હોવાનું કેટલાક લોકો માને છે. એક સામાન્ય માન્યતા છે કે આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આલ્હોલના સેવનથી સ્વાસ્થ્ય પર હકારાત્મક અને વિપરીત અસરને લઈને અભ્યાસો કરવામાં આવ્યા છે. આ અભ્યાસોમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે આલ્કોહોલ પીવાથી હૃદય પર હકારાત્મક અસર થાય છે.

भारत के शराब (Alcohol) की दुनिया है दिवानी, टॉप 25 Whisky ब्रांड्स में 13  भारतीय | best selling whiskey brands in the world most from india | Patrika  News

અભ્યાસમાં સામે આવી ચોંકાવનારી વિગત
આલ્કોહોલનું સેવન કેટલાક કિસ્સામાં સ્વાસ્થ્ય પર સારી અસર કરતું હોવાનું સામે આવ્યું છે. અભ્યાસોમાં સામે આવ્યું છે કે હૃદયના સ્વાસ્થ્ય પર સારી અને ખરાબ બંને અસરો થઈ શકે છે. રેડ વાઈન સહિત મધ્યમ માત્રામાં પીવામાં આવેલ આલ્કોહોલ હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં રેઝવેરાટ્રોલ જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. પરંતુ આ સંશોધનના મુખ્ય લેખક ડો. જમાલ એસ. રાણા કહે છે કે “લાંબા સમયથી એવું માનવામાં આવે છે કે આલ્કોહોલ હૃદય માટે સારું છે, પરંતુ હવે ઘણા અભ્યાસ આ માન્યતાને પડકારી રહ્યા છે.” સંશોધકોનું કહેવું છે કે આલ્કોહોલ બ્લડ પ્રેશર વધારી શકે છે અને શરીરમાં એવા ફેરફારોનું કારણ બને છે જે બળતરા અને સ્થૂળતા તરફ દોરી જાય છે, જે બંને હૃદય રોગનું જોખમ વધારે છે.

વધુ પડતું સેવન નુકસાનકારક
આલ્કોહોલ પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે, હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે, હૃદયના સ્નાયુઓ નબળા પડી શકે છે અને હૃદય રોગનું જોખમ વધી શકે છે. વધુ પડતો આલ્કોહોલ પીવાથી કાર્ડિયોમાયોપેથી જેવી બીમારીઓ પણ થઈ શકે છે, જે હૃદયની કામગીરીને બગાડે છે.

advice adverse effects of alcohol in body

માત્રા નિશ્ચિત કરવી વધુ જરૂરી
આલ્કોહોલ પરના અભ્યાસોના સાર કહે છે કે મધ્યમ માત્રામાં આલ્કોહોલ પીવાથી હૃદય માટે કેટલાક ફાયદા થઈ શકે છે. પરંતુ એ વધુ જરૂરી છે કે તમે આલ્કોહોલની માત્રા નિશ્ચિત કરો. તમારા હૃદયના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે આલ્કોહોલનું સેવન મધ્યમ માત્રામાં અને તમારા વ્યક્તિગત સંજોગોને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ.

દારૂ પીધા બાદ લોકો વાતો કેમ ભૂલી જાય છે? આલ્કોહોલ બ્લેકઆઉટ શું હોય છે? -  Gujarat Exclusive

મહિલાઓ માટે જોખમી
મહિલાઓ દરરોજ એક કરતાં વધુ ડ્રિંક પીવે છે તેમને હૃદય રોગનું જોખમ 33 થી 51 ટકા વધારે છે. તે જ સમયે, ક્યારેક-ક્યારેક આલ્કોહોલ પીતી મહિલાઓમાં આ જોખમ 68 ટકા વધારે જોવા મળ્યું હતું. પુરૂષોમાં પણ, પ્રસંગોપાત વધુ પડતું પીવાથી હૃદય રોગનું જોખમ 33 ટકા વધી જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો: Cabinetminister S Jaishnaker/‘આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસ ભારત માટે પણ સુરક્ષા હિત’ એસ જયશંકરે આપ્યું નિવેદન

આ પણ વાંચો: IOCL – Gas Cylinder Rate/એપ્રિલ !  ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો

આ પણ વાંચો: LokSabha Flashback/જૂની સંસદ 29 અવિશ્વાસ પ્રસ્તાવની સાક્ષીઃ ત્રણ વખત પડી સરકાર