Not Set/ IND vs AUS T-20 : વરસાદનું વિઘ્ન, 17મી ઓવરમાં ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 153 રન

બ્રિસ્બેન: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે T-20 સીરીઝની પહેલી મેચ શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાની એક પછી એક 3 વિકેટો ભારતે ઝડપી લીધી હતી. વરસાદનું વિઘ્ન નડતા 17 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને ૧૫૩ રન છે. હાલમાં ક્રિઝ પર માર્કસ સ્ટોઇનિસ 20 રન અને ગ્લેન મેક્સવેલ 36 રન બનાવીને મેદાન ઉપર છે. T-20 સીરીઝની પહેલી મેચમાં ભારતીય […]

Top Stories Trending Sports
IND vs AUS T-20: Rain break, Australia 153 for 3 in 17 overs

બ્રિસ્બેન: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે T-20 સીરીઝની પહેલી મેચ શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયાની એક પછી એક 3 વિકેટો ભારતે ઝડપી લીધી હતી. વરસાદનું વિઘ્ન નડતા 17 ઓવરમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટ ગુમાવીને ૧૫૩ રન છે. હાલમાં ક્રિઝ પર માર્કસ સ્ટોઇનિસ 20 રન અને ગ્લેન મેક્સવેલ 36 રન બનાવીને મેદાન ઉપર છે.

T-20 સીરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમના કુલદીપ યાદવે ક્રિસ લિનને તેના જ બોલ પર કેચ કરી ઓસ્ટ્રેલિયાની ત્રીજી વિકેટ લીધી છે. ક્રિસ લિન ‘ટીમ ઇન્ડિયા’ માટે મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો. ક્રિસ લિને આવતાની સાથે જ ઝડપી બેટિંગ શરૂ કરી દીધી હતી અને ચાર સિક્સ અને એક ફોરની મદદથી 20 બોલમાં 37 રન બનાવ્યા હતા.

આ અગાઉ ઓસ્ટ્રેલિયાની બીજી વિકેટ કેપ્ટન એરોન ફિંચના રૂપમાં મળી હતી. કુલદીપ યાદવે ફિંચને પાઇન્ટ પર ખલીલ અહમદના હાથમાં કેચ કરાવ્યો છે. એરોન ફિંચે ત્રણ ફોરની મદદથી 24 બોલમાં 27 રન બનાવ્યા હતા. 8 મી ઓવરમાં ક્રિસ લિને ખલીલ અહમદની ઓવરમાં ત્રણ સિક્સ ફટકારીને ટીમના સ્કોરને 50 રનને પાર કરાવ્યો હતો. 8મી ઓવર સુધીમાં લિને 14 બોલમાં 29 રન બનાવ્યા હતા જ્યારે એરોન ફિંચે 22 બોલમાં 27 રન બનાવ્યા હતા.

આ અગાઉ પાંચ ઓવર બાદ ઓસ્ટ્રેલિયા ઝડપી રન બનાવવાના પ્રયાસમાં એક વિકેટ ગુમાવી ચૂક્યું હતું. ડી આર્સી શોર્ટના આઉટ થયા બાદ ક્રિસ લિન બેટિંગ કરવા આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડીએ ઝડપી રન બનાવવાના શરૂ કર્યા હતા. પરંતુ ખલીલ અહમદે પોતાની ઓવરના પહેલા જ બોલ પર ડી આર્સી શોર્ટને કુલદીપ યાદવના હાથે કેચ આઉટ કરાવીને પેવેલિયનમાં પરત મોકલ્યો હતો. શોર્ટે 12 બોલમાં માત્ર 7 રન બનાવી આઉટ થઇ ગયો હતો. આ પહેલા ફિંચ અને શોર્ટે બુમરાહની ઓવરમાં 12 રન બનાવ્યા હતા.

પહેલી ત્રણ ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ વિના વિકેટે 12 બનાવ્યા હતા. ત્યારબાદ ઝડપી રન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચોથી ઓવરના પહેલા બોલ પર જ એરોન ફિંચે જોરદાર શોર્ટ ફટકાર્યો હતો, જેમાં કેપ્ટન વિરાટ કોહલીએ કેચ છોડી દીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાની તરફથી પ્લેઇંગ ઇલેવનમાં યુજવેન્દ્ર ચહલને શામેલ કરવામાં આવ્યો નથી. જયારે ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી નાથન કુલ્ટર નાઇલ રમી રહ્યો નથી. તેના સ્થાન પર એડ્મ જમ્પાનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ મેચમાં ટીમ ઇન્ડિયાને જીતનું દાવેદાર માનવામાં આવી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ ભારતનો ઓસ્ટ્રેલિયામાં પાછલો શાનદાર રેકોર્ડ છે. ભારતે 2014માં ઓસ્ટ્રેલિયાને તેમના જ ઘર આંગણે 3-0થી હરાવી હતી.

બંને દેશની ટીમો

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ

ઓસ્ટ્રેલિયા: એરોન ફિંચ (કેપ્ટન), એશ્ટન એગર, જેસન બેહેરનડોર્ફ, એલેક્સ કૈરી, ક્રિસ લીન, બેન મેક્ડોરમેટ, ગ્લેન મેક્સવેલ, ડાર્સી શોર્ટ, બિલી સ્ટાનલેક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્ર્યૂ ટાઇ, એડમ જમ્પા.