Not Set/ દેશના ખૂણે-ખૂણામાં થઇ રહ્યા છે બળાત્કાર, આ શું થઇ રહ્યું છે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર અને ત્યારબાદ યુપીના દેવરિયામાં પણ સામે આવેલા કથિત શેલ્ટર હોમ યૌન શોષણ મામલે દેશભરમાં નિંદા કરવામાં આવી રહી છે. આ મામલો આ બંને રાજ્યોથી લઇ સંસદ સુધી પહોચ્યો છે ત્યારે હવે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ નારાજગી દર્શાવતા ટિપ્પણી સામે આવી છે. મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા મુઝફ્ફરપુર અને દેવરિયા મામલે ફટકાર લગાવતા […]

Top Stories India Trending
sc દેશના ખૂણે-ખૂણામાં થઇ રહ્યા છે બળાત્કાર, આ શું થઇ રહ્યું છે : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી,

બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર અને ત્યારબાદ યુપીના દેવરિયામાં પણ સામે આવેલા કથિત શેલ્ટર હોમ યૌન શોષણ મામલે દેશભરમાં નિંદા કરવામાં આવી રહી છે. આ મામલો આ બંને રાજ્યોથી લઇ સંસદ સુધી પહોચ્યો છે ત્યારે હવે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ નારાજગી દર્શાવતા ટિપ્પણી સામે આવી છે.

મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા મુઝફ્ફરપુર અને દેવરિયા મામલે ફટકાર લગાવતા કહ્યું, ” દેશભરમાં આ શું થઇ રહ્યું છે, લેફ્ટ, રાઈટ અને સેન્ટર તમામ જગ્યાએ રેપ થઇ રહ્યા છે”.

સુપ્રીમ કોર્ટ દ્વારા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડાઓ અંગે જણાવતા કહ્યું, “દેશમાં દરેક છ કલાકમાં એક છોકરી સાથે રેપ થઇ રહ્યો છે. દેશભરમાં વર્ષમાં ૩૮ હજારથી પણ વધુ બળાત્કારના મામલાઓ થઇ રહ્યા છે”.

NCRBના આંકડા મુજબ, દેશમાં સૌથી વધુ બળાત્કાર મધ્યપ્રદેશમાં થઇ રહ્યા છે અને ત્યારબાદ ઉત્તરપ્રદેશ બીજા ક્રમાંકે છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા બિહારની નીતીશ સરકારને ફટકાર લગાવતા જણાવ્યું, “રાજ્ય સરકાર ૨૦૦૪થી તમામ શેલ્ટર હોમને પૈસા આપી રહી છે, પરંતુ તેઓને ખબર જ નથી કે ત્યાં શું થઇ રહ્યું છે. સરકારે ક્યારેય પણ નિરીક્ષણ કરવાની જરૂરિયાત ન સમજી. એવું લાગી રહ્યું છે કે, આ તમામ ગતિવિધિઓ રાજ્ય દ્વારા પ્રાયોજિત છે. આ એક વિચારવાનો વિષય છે.

સર્વોચ્ચ અદાલત દ્વારા વધુમાં ઉમેર્યું, “મુઝફ્ફરપુર સ્થિત NGO એક માત્ર નથી, જ્યાં આ પ્રકારના આરોપો સામે આવ્યા છે”.

NGO દ્વારા પોતાના રિપોર્ટમાં રાજ્ય સરકારના ફંડથી ચાલી રહેલી આ પ્રકારની ૧૫ સંસ્થાઓ અંગે જણાવ્યું છે, જે તપાસના ડાયરામાં છે.  મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા બિહાર શેલ્ટર હોમ મામલે અપર્ણા ભટ્ટને ન્યાયમિત્ર તરીકે નિયુક્ત કર્યા છે.