Pak-Pashtoon-Azadi/ પાકમાં બલૂચો પછી હવે પશ્તુનોની પણ સ્થિતિ ન સુધરી તો અલગ દેશની માંગ

પાકિસ્તાનની સ્થિતિ સુધરવાનું નામ લઈ રહી નથી. બલૂચિસ્તાન આઝાદી માંગી રહ્યુ છે ત્યાં હવે પશ્તુનોએ ધમકી આપી છે કે જો પાકિસ્તાનની સ્થિતિ નહી સુધરી તો તેઓ પણ અલગ દેશની માંગ કરશે.

Top Stories World
Pak Pashtoon Azadi પાકમાં બલૂચો પછી હવે પશ્તુનોની પણ સ્થિતિ ન સુધરી તો અલગ દેશની માંગ

લાહોરઃ પાકિસ્તાનની સ્થિતિ સુધરવાનું Pashtoon-Azadi નામ લઈ રહી નથી. બલૂચિસ્તાન આઝાદી માંગી રહ્યુ છે ત્યાં હવે પશ્તુનોએ ધમકી આપી છે કે જો પાકિસ્તાનની સ્થિતિ નહી સુધરી તો તેઓ પણ અલગ દેશની માંગ કરશે. પાકિસ્તાનમાં ફરી એકવાર સેના વિરૂદ્ધ વાતાવરણ ઊભું થવા લાગ્યું છે. પાક સેનાના અત્યાચારથી પરેશાન લોકોએ રસ્તા પર ઉતરીને અલગ દેશની માંગણી તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. લોકોનું કહેવું છે કે જો પાકિસ્તાનમાં સ્થિતિ નહીં સુધરશે તો તેઓ અલગ દેશની માંગણી કરવા લાગશે.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સુપ્રીમ કોર્ટની Pashtoon-Azadi સામે શુક્રવારે એક મોટી રેલી નીકળી હતી. આ રેલીનું આયોજન પાકિસ્તાનમાં રહેતા પખ્તૂનો દ્વારા કરવામાં આવ્યું હતું. સેનાને પડકાર આપતા પશ્તુન નેતા મંજૂર પશ્તીને રેલીમાં કહ્યું કે જો પાકિસ્તાન આવું જ ચાલુ રાખશે તો તેઓ અલગ દેશની માંગ કરવા મજબૂર થશે.
તેમણે કહ્યું, ‘પાકિસ્તાનના નેતાઓ સેનાના જનરલોના ગુલામ છે. પાકિસ્તાનના અલગ-અલગ વિસ્તારોમાં હુમલા કરી રહેલા તાલિબાનોની પાછળ પાક સેના પણ છે. પખ્તૂનો પર અત્યાચાર તાત્કાલિક બંધ થવો જોઈએ. પાકિસ્તાની સેનાએ તાલિબાનને તાત્કાલિક રોકવું જોઈએ. કારણ કે, જો આપણે આપણું કામ કરવાનું શરૂ કરીએ, તો આપણે અટકીશું નહીં.
મંજૂર પશ્તીને કહ્યું કે જો તમે પાકિસ્તાનને યોગ્ય રીતે Pashtoon-Azadi ચલાવી શકતા નથી અને અમને દરરોજ સમાન સમસ્યાઓનો સામનો કરવો પડશે, તો અમે આઝાદીની માંગ કરવા માટે મજબૂર થઈશું. હવે કાં તો તમારે જીવવાનો અધિકાર આપવો પડશે અથવા તો સ્વતંત્રતાની લડાઈ થશે.
આ રેલીમાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી અને ઈમરાન ખાનની પાર્ટીના મોટા નેતા શિરીન મજારીની પુત્રી ઈમાન ઝૈનબ મજારીએ પણ સેના પર જોરદાર નિશાન સાધ્યું હતું. ઝૈનબ મજારીએ રેલીમાં કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન આર્મી જવાબદાર છે. તેઓ જ સાચા આતંકવાદીઓ છે. ઝૈનબે સ્ટેજ પરથી સેના વિરુદ્ધ ‘યે જો આતંક ગરદી હૈ, ઉસકે પીછે વર્દી હૈ’ જેવા નારા પણ લગાવ્યા હતા. ઝૈનબ ઉપરાંત અગ્રણી પશ્તુન નેતા મંજૂર પશ્તીને પણ સેનાની ટીકા કરી હતી.
સુપ્રીમ કોર્ટ સામે પ્રદર્શન
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની સામે પશ્તુન નેતાઓએ Pashtoon-Azadi પશ્તુન તહાફુઝ મૂવમેન્ટ (PTM)ની રેલીનું આયોજન કર્યું હતું. આ એક આંદોલન છે, જે છેલ્લા પાંચ વર્ષથી બલૂચિસ્તાન અને પાકિસ્તાનના અન્ય પશ્તુન પ્રભુત્વવાળા વિસ્તારોમાં ચાલી રહ્યું છે. 2018માં શરૂ થયેલી આ ચળવળનો હેતુ પશ્ચિમી સરહદે વસતા લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરવાનો છે.

 

આ પણ વાંચોઃ Rahul Gandhi Rider Look/ જયારે રાઇડર બન્યા રાહુલ ગાંધી, લદ્દાખમાં ચલાવી રેસિંગ બાઇક

આ પણ વાંચોઃ રાજકોટ/રેવન્યુ પ્રેક્ટિસ કરતા 35થી વધુ વકીલો સામે સાયબર ફ્રોડની ઘટના, લેખિતમાં કરાઈ રજૂઆત

આ પણ વાંચોઃ transfer/વડોદરામાં સાગમતટે બદલીઃ સામૂહિક બદલીથી સન્નાટો

આ પણ વાંચોઃ Maritime/ગુજરાતના કેવડિયા ખાતે 19મી મેરીટાઈમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકનો થયો પ્રારંભ

આ પણ વાંચોઃ સુરત/વરાછાના મોતી નગર સોસાયટીમાંથી ત્રણ સગીર બાળકીઓ રહસ્યમય રીતે ગુમ