Not Set/ યુપીએસસી પ્રિલિમ્સ રિઝલ્ટ: જુઓ પાસ થયેલા ઉમેદવારોની યાદી

સંઘ લોકસેવા આયોગ(યુપીએસસી)ના સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષાનું આયોજન કરનારી યુપીએસસી એ પોતાની અધિકારીક વેબસાઈટ upsc.gov.in પર પરિણામની ઘોષણા કરવામાં આવી છે. આ વેબસાઈટ સાથે ઉમેદવારો upsconline.nic.in પર પણ પોતાનું પરિણામ જોઈ છે. આયોગની અધિકારીક વેબસાઈટ પર પરીક્ષામાં સફળ ઉમેદવારોના રોલ નંબરનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યાંથી ઉમેદવારો એમનું રિઝલ્ટ […]

Top Stories India
UPSC Civil Prelims Result 2018 યુપીએસસી પ્રિલિમ્સ રિઝલ્ટ: જુઓ પાસ થયેલા ઉમેદવારોની યાદી

સંઘ લોકસેવા આયોગ(યુપીએસસી)ના સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરીક્ષાનું આયોજન કરનારી યુપીએસસી એ પોતાની અધિકારીક વેબસાઈટ upsc.gov.in પર પરિણામની ઘોષણા કરવામાં આવી છે. આ વેબસાઈટ સાથે ઉમેદવારો upsconline.nic.in પર પણ પોતાનું પરિણામ જોઈ છે.

આયોગની અધિકારીક વેબસાઈટ પર પરીક્ષામાં સફળ ઉમેદવારોના રોલ નંબરનું લિસ્ટ જાહેર કર્યું છે. જ્યાંથી ઉમેદવારો એમનું રિઝલ્ટ જોઈ શકે છે. રિઝલ્ટ જોવા માટે અધિકારીક વેબસાઈટ પર જવાનું રહેશે. જેમાં લેટેસ્ટ અપડેટસમાં પરીક્ષા પરિણામ વાળી લિંક પર ક્લિક કરો. ત્યારબાદ એક પીડીએફ ફાઈલ ખુલશે, જેમાં પોતાનો રોલ નંબર જોઈને રિઝલ્ટ જોઈ શકો છો.

UPSC Result 1 e1531567427302 યુપીએસસી પ્રિલિમ્સ રિઝલ્ટ: જુઓ પાસ થયેલા ઉમેદવારોની યાદી

પહેલા કહેવામાં આવ્યું હતું કે યુપીએસસી સિવિલ સેવા પ્રિલિમ્સનું પરિણામ આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. અને એવી પણ ખબરો હતી કે પરિણામ 15 જુલાઈએ જાહેર કરવામાં આવી શકે છે.  જોકે,આયોગે પહેલા જ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે.

જણાવી દઈએ કે દેશભરમાં સિવિલ સર્વિસીસની પ્રિલિમ્સ પરીક્ષા 3 જૂને આયોજિત કરવામાં આવી હતી. જયારે મુખ્ય પરીક્ષાનું આયોજન 1 ઓક્ટોબરે કરવામાં આવશે. આ વર્ષે દેશભરમાંથી 3 લાખ ઉમેદવારો આ પરીક્ષામાં બેઠા હતા. આ પરીક્ષા આઈએએસ, આઇપીએસ, આઇપીએસઅને અન્ય પદો પર ઉમેદવારોની પસંદગી કરવા માટે લેવામાં આવી હતી.