કોરોના રસીકરણ/ અમિતાભ બચ્ચને પરિવાર સાથે મુકવી કોરોના રસી, પોસ્ટ શેર કરી અભિષેક વિશે કહ્યું આવું…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને છેવટે કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. બિગ બીએ ટ્વીટ કરીને આ માહિતી તેમના ચાહકો સાથે શેર કરી છે.

Top Stories Entertainment
A 16 અમિતાભ બચ્ચને પરિવાર સાથે મુકવી કોરોના રસી, પોસ્ટ શેર કરી અભિષેક વિશે કહ્યું આવું...

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને છેવટે કોરોના રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. બિગ બીએ ટ્વીટ કરીને આ માહિતી તેમના ચાહકો સાથે શેર કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે અભિષેક બચ્ચન સિવાય તેમના પરિવારના તમામ સભ્યોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે.

અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું છે, “લગાવી દીધી, મેં આજે બપોરે કોરોના રસી લગાવી લીધી છે. બધુ ઠીક છે.” આ સાથે, તેમણે તેમના ટ્વિટમાં તેમને હાથ જોડેલા ઇમોજી પણ શેર કર્યા છે. આ સિવાય, તેમણે બ્લોગમાં કોવિડ રસી લગાવવાના અનુભવને વિગતવાર જણાવ્યો છે. તેમણે લખ્યું, “ડન … રસી લગાવી ચુક્યો છું… બધુ બરાબર છે. ગઈકાલે મારો પરિવાર અને સ્ટાફ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો.”

અભિષેકે નથી મુકવી રસી  

અમિતાભ બચ્ચને આગળ લખ્યું છે કે, “આજે તેનું પરિણામ આવ્યું … બધું સારું હતું, દરેકનો રિપોર્ટ નેગેટિવ આવ્યા… એટલા માટે રસી મુકી હતી… આખા પરિવારે મુકવી, અભિષેક બચ્ચનને છોડીને… હાલમાં શૂટિંગ માટે તે લોકેશન પર છે અને થોડા દિવસોમાં જલ્દી આવશે… આવતી કાલે ફરીથી કામ પર પરત ફરીશ. “

આ પણ વાંચો :દિવંગત અભિનેતા કાદરખાનના મોટા પુત્ર અબ્દુલ કુદ્દુસનું કેનેડામાં અવસાન, એરપોર્ટ પર સુરક્ષા અધિકારી હતા

આ સિવાય અમિતાભ બચ્ચને એમ પણ લખ્યું હતું કે તેની અને તેના પરિવારની રસી લેવાની પ્રક્રિયા અંગેનો બ્લોગ લખવાની જરૂર છે… તે પછીથી તે લખશે … તેમના માટે તે ખૂબ ઐતિહાસિક હતું. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે જુલાઈના અંતમાં અમિતાભ બચ્ચનને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તે લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા.

અમિતાભ ઉપરાંત તેમના પુત્ર અભિષેક બચ્ચનને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો અને તે પણ અમિતાભની હોસ્પિટલમાં દાખલ થયો હતો. તે જ સમયે, બિગ બીની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોનાથી ચેપ લાગ્યો હતો.

આ પણ વાંચો :અનુપમ ખેરે પત્ની કિરણને બ્લડ કેન્સર હોવાની કરી પુષ્ટિ, કહ્યું – તે હમેશાંથી ફાઇટર રહી છે

બોલીવુડે બતાવી એક્ટિવિટી

અમિતાભ ઉપરાંત ધર્મેન્દ્ર, સતિષ શાહ, જોની લિવર, જિતેન્દ્ર, હેમા માલિની, સલમાન ખાન જેવા દિગ્ગજોને કોરોના રસી આપવામાં આવી છે. તેઓ રસી લીધી અને સાથે સાથે લોકોને રસી લગાવવા માટે પ્રોત્સાહિત કરતા પણ જોવા મળ્યા છે. આગામી દિવસોમાં બોલિવૂડનો મોટો વર્ગ રસી મુકાવશે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર તેમની રસીના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો :રાજ કુંદ્રાએ તેમનું ઓટીટી પ્લેટફોર્મ ‘બોલીફેમ’ લોન્ચ કર્યું ‘RICKSHAW’ સાથે