તાઇવાન ટ્રેન દુર્ઘટના/ પૂર્વી તાઇવાનમાં ટ્રેન અકસ્માતમાં 36 લોકોનાં મોત, 72 લોકો ઈજાગ્રસ્ત

તાઇવાન (Taiwan) માં શુક્રવારે ટનલની અંદર મુસાફરોથી બરેલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં 36 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 72 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Top Stories World
A 17 પૂર્વી તાઇવાનમાં ટ્રેન અકસ્માતમાં 36 લોકોનાં મોત, 72 લોકો ઈજાગ્રસ્ત

તાઇવાન (Taiwan) માં શુક્રવારે ટનલની અંદર મુસાફરોથી બરેલી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેમાં 36 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 72 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. તેમનું કહેવું છે કે કેટલાક લોકોની લાશ હજી પણ ટનલની અંદર છે, જેને કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. અહીં ઘટનાની માહિતી આવતાની સાથે જ બચાવ ટીમ અહીં પહોંચી હતી, જે લોકોને બહાર કાઢી રહી છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 15 લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

મૃતકોનો આંકડો વધે તેવી સંભાવના છે. દુર્ઘટના સમયે ટ્રેનમાં 350 મુસાફરો હતા. આ ટ્રેન તાઇવાન તરફ જઇ રહી હતી, પરંતુ અચાનક પાટા પરથી ઉતરી ગઈ. પછી ટનલની અંદર ટ્રેન દિવાલ સાથે ટકરાઈ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “મુખ્યત્વે એવું લાગે છે કે ઘણા લોકોનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો :બ્રાઝિલે કોવેકસીન લેવાનો કર્યો ઇન્કાર

पूर्वी ताइवान में ट्रेन हादसे में 36 लोगों की मौत, 72 घायल- India TV Hindi

તાઇવાનની પૂર્વ રેલ્વે લાઇન પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા આવે છે.

આ આગાઉ પણ સર્જાયા છે અકસ્માતો

આ પહેલા ઓક્ટોબર 2018 ની શરૂઆતમાં, તાઇવાનમાં એક ટ્રેન અકસ્માત થયો હતો, ત્યારે એક્સપ્રેસ ટ્રેન ઉત્તર પશ્ચિમ કિનારે પાટા પરથી ઉતરી ગઈ હતી. જેમાં 18 લોકો માર્યા ગયા અને 200 જેટલા લોકો ઘાયલ થયા. તે જ સમયે, 1991 માં, પશ્ચિમ તાઇવાનમાં ટ્રેનની ટક્કરને કારણે 30 લોકોનાં મોત નીપજ્યાં. તેમજ 112 લોકો ઘાયલ થયા છે. તે તાઇવાનનો સૌથી ઘાતક ટ્રેન  દુર્ઘટના માનવામાં આવે છે.

આ પણ વાંચો :હંગામો થયા પછી પાકિસ્તાનનો યૂ-ટર્ન, કાશ્મીર સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી નહીં થાય ભારત સાથે વેપાર

આ પણ વાંચો :રિપોર્ટમાં દાવો ભારતમાં મહિલાની સ્થિતિ ખરાબ