Not Set/ કાર વેચો તો માલિકનું નામ ટ્રાન્સફર કરવાનું ભુલતા નહીં,સુપ્રિમ કોર્ટે આપ્યો શું આપ્યો ચુકાદો,વાંચો

દિલ્હી, હવે જો તમે કાર વેચો અને એ પછી કારના માલિકનું નામ ટ્રાન્સફર કરવાનું ભૂલી જશો તો તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. મંગળવારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જો તમે કાર વેચીને તેના માલિકનું નામ ટ્રાન્સફર નહીં કરાવ્યું હોય અને જો કારને અકસ્માત થાય અથવા નવા માલિકથી ગુનો થાય તો તેના માટે કારનો મુળ માલિક જ […]

Top Stories
sc story 647 111516035012 032117045051 0 કાર વેચો તો માલિકનું નામ ટ્રાન્સફર કરવાનું ભુલતા નહીં,સુપ્રિમ કોર્ટે આપ્યો શું આપ્યો ચુકાદો,વાંચો

દિલ્હી,

હવે જો તમે કાર વેચો અને એ પછી કારના માલિકનું નામ ટ્રાન્સફર કરવાનું ભૂલી જશો તો તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. મંગળવારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જો તમે કાર વેચીને તેના માલિકનું નામ ટ્રાન્સફર નહીં કરાવ્યું હોય અને જો કારને અકસ્માત થાય અથવા નવા માલિકથી ગુનો થાય તો તેના માટે કારનો મુળ માલિક જ જવાબદાર રહેશે.

સુપ્રિમ કોર્ટના આદેશ પ્રમાણે, વેચાણ કરવામાં આવેલા વાહનના નવા માલિકનું નામ નહીં બદલાય તો તેના માટે મુળ માલિક જવાબદાર રહેશે.

વિજય કુમારે પોતાની કાર ૧૨ જુલાઈ, ૨૦૦૭માં બીજા વ્યક્તિને વેચી હતી. આ બીજી વ્યક્તિએ તે કાર ત્રીજી વ્યક્તિને ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૮માં વેચી હતી અને ત્રીજી વ્યક્તિએ આ કાર નવીન કુમારને વેચી હતી. છેલ્લે આ કાર મીર સિંહ નામની વ્યક્તિ સાથે હતી

૨૭ મે ,૨૦૦૯માં આ કારનો અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું અને એક વ્યક્તિ ઘવાયો હતો. કારનો અકસ્માત થતાં મોટર એકસીડન્ટ ક્લેમ્સ ટ્રીબ્યુનલએ કારના મૂળ માલિક વિજય કુમાર ને રૂપિયા ૩.૮૫ લાખનો દંડ ફટકાર્યો હતો.

મોટર એકસીડન્ટ ક્લેમ્સ ટ્રીબ્યુનલ દ્વારા આટલી મોટી રકમનો દંડ ફટકારતા વિજય કુમારે પંજાબ અને હરિયાણાની  હાઈકોર્ટમાં ટ્રીબ્યુનલના આ ચુકાદાને પડકાર્યો હતો.હાઇકોર્ટે ટ્રીબ્યુનલના આ આદેશ સામે ચુકાદો આપતાં કહ્યું કે એકવાર જો વાહન વેચાઇ જાય પછી તે કાર દ્વારા કોઈ અપરાધ કે અકસ્માત થાય તો તેના માટે મૂળ માલિક જબદાર નથી. વાહન વેંચાણના દસ્તાવેજો થઇ ગયા હોય તો એ માટે મૂળ માલિક જવાબદાર હોતો નથી.

જો કે હાઇકોર્ટના આ ચુદાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

એડવોકેટ રિશી મલ્હોત્રા હાઇકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટ સુધી લઇ ગયા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલાનો ચૂકાદો આપતા જણાવ્યું હતું કે એકવાર વાહન વેચાઈ જાય અને જો તેના માલિકનું નામ બદલ્યું ન હોય તો તે કાર દ્વારા જેટલા ગુના કે અકસ્માત નોંધાશે તેના માટે કારનો મૂળ માલિક જવાબદાર રહેશે.આથી કાર વેચતી વખતે કારના માલિકનું નામ પણ બદલવું જરૂરી છે.