Covid-19/ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત, Omicron ની રિપોર્ટ આવી નેગેટિવ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હવે એ વાત સામે આવી છે કે ગાંગુલી કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત હતા.

Top Stories Sports
સૌરવ ગાંગુલી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હવે એ વાત સામે આવી છે કે ગાંગુલી કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત હતા. હોસ્પિટલનાં એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેણે શનિવારે જણાવ્યું હતું કે, ગાંગુલીને આઠ દિવસ પછી રજા આપવામાં આવી હતી કારણ કે તે ગંભીર ન હોતા અને ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન ક્વોરેન્ટિનમાં રહીને તેમાંથી સાજા થઈ શકે છે.

1 2022 01 02T081128.274 BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત, Omicron ની રિપોર્ટ આવી નેગેટિવ

આ પણ વાંચો – Shocking / જો મને ધોનીની જેમ BCCI દ્વારા ટેકો મળ્યો હોત તો હુ એક મહાન ક્રિકટર બની શક્યો હોત : હરભજન સિંહ

સૌરવ ગાંગુલીને વર્ષ 2021માં બે વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં સૌરવ ગાંગુલીએ 2021ની શરૂઆતમાં હૃદયની સમસ્યાને કારણે એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. આ પછી, સૌરવ ગાંગુલીને ફરી એકવાર કોરોના સંક્રમણનાં કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ થોડા દિવસો પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શનિવારે આ સંદર્ભમાં વાત કરતા હોસ્પિટલનાં એક અધિકારીએ જણાવ્યું કે- “સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ચાર દિવસનાં દાખલ થયા પછી, જ્યારે સંક્રમણની સ્થિતિ સામાન્ય જણાતી હતી ત્યારે અમે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. તેમનુ સંક્રમણ ગંભીર નથી જેથી ઘરે પણ સરળતાથી સારવાર કરી શકાય. હોસ્પિટલમાં દાખલ થવા દરમ્યાન સૌરવ ગાંગુલીનો પણ ઓમિક્રોન સંક્રમણ માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો ઓમિક્રોન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે, ઓમિક્રોન નેગેટિવ આવ્યા તેના બે દિવસ પહેલા જ તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે કોરોનાનાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ માટે પોઝિટિવ હોવાનું જણાયું હતું.

1 2022 01 02T081015.288 BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત, Omicron ની રિપોર્ટ આવી નેગેટિવ

આ પણ વાંચો – Cricket / ઓસ્ટ્રેલિયાનાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી એ તેના દીકરાને પણ ન છોડ્યો, જુઓ Video

સંક્રમણની સ્થિતિ ગંભીર ન હોવાથી સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ડોક્ટરોનું કહેવું છે કે તેની ઘરે સરળતાથી સારવાર કરી શકાય છે. જો કે, આ દરમ્યાન, જ્યાં સુધી સૌરવ ગાંગુલીનો ડેલ્ટા પ્લસ ટેસ્ટ પણ નેગેટિવ ન આવે ત્યાં સુધી તે ફક્ત આઈસોલેશનમાં રહેશે અને તેના માટે નિયમિતપણે તેના સ્વાસ્થ્યની કાળજી લેવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.