transfer/ વડોદરામાં સાગમતટે બદલીઃ સામૂહિક બદલીથી સન્નાટો

વડોદરા જિલ્લા વહીવટીતંત્રમાં સાગમતટે સામૂહિક બદલી કરવામાં આવતા કર્મચારીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે. સરકારે એક જ ઝાટકે વડોદરા જિલ્લા વહીવટીતંત્રમાં 142 અધિકારીઓ અને કર્મચારીઓની એકસાથે બદલી કરી છે.

Top Stories Gujarat
Transfer વડોદરામાં સાગમતટે બદલીઃ સામૂહિક બદલીથી સન્નાટો

વડોદરાઃ વડોદરા જિલ્લા વહીવટીતંત્રમાં સાગમતટે Transfer સામૂહિક બદલી કરવામાં આવતા કર્મચારીઓમાં સન્નાટો વ્યાપી ગયો છે. સરકારે એક જ ઝાટકે વડોદરા જિલ્લા વહીવટીતંત્રમાં 142 અધિકારીઓ અને કર્મચારીઓની એકસાથે બદલી કરી છે.

છેલ્લા ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. કલેક્ટર અતુલ ગોર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બઢતી પામેલા 84 સહિત કુલ 142 નાયબ Transfer  મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની પણ બદલી કરવામાં આવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં અર્બન હેલ્થ પ્રાયમરી સેન્ટર અને અર્બન કમ્યુનિટી હેલ્થ સેન્ટર માટે સરકારના ભરતીના નિયમો મુજબ 36 મલ્ટી પરપઝ હેલ્થ વર્કર અને 35 ફીમેલ હેલ્થ વર્કરની સો ટકા ગ્રાન્ટ આધારિત ભરતી કરવામાં આવનાર છે.

આ ભરતી પ્રક્રિયામા ખાલી રહેલી અને ભવિષ્યમાં Transfer  ખાલી પડનાર કે ઉભી થનાર જગ્યા માટે કરવામાં આવનાર છે. આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યાને ધ્યાનમાં લઈ જગ્યાને અનુરૂપ એલિમિનેશન ટેસ્ટ-સ્પર્ધાત્મક પરીક્ષા-ઇન્ટરવ્યુ અંગે કોર્પોરેશન નિર્ણય કરશે.

આ તમામ જગ્યાના પગાર ખર્ચની નાણાકીય જોગવાઈ ગુજરાત સરકાર કરવાની છે. તેથી રાજ્ય સરકારને જરૂર જણાય તો પગાર ખર્ચની જોગવાઈ મુજબ ઉમેદવારને રાજ્ય સરકારમાં પ્રતિનિયુક્ત પર પણ લઈ જઈ શકશે અનેસ રકારના કોઈપણ સ્થળે ફરજ બજાવવા મૂકી શકશે. એટલે કે તમામ જગ્યા બદલીપાત્ર છે.

આ જગ્યાની મુદત સરકારની મંજૂરીને આધીન રહેશે, અને Transfer  કોર્પોરેશનની જવાબદારી નક્કી થશે નહીં. આ જગ્યાઓ માટે માસિક ફિક્સ વેતનથી પાંચ વર્ષ સુધી અજમાયશી નિમણૂક થશે, ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરતા નિયત પગાર ધોરણથી નિયમ અનુસાર સમાવી લેવા વિચારણા કરવામાં આવશે.

આ ભરતીમાં ખાલી પડનાર કે ગ્રાન્ટ આધારિત નવી ઊભી થનાર જગ્યાની ભરતી પ્રક્રિયા ઉપલબ્ધ પસંદગી યાદી કે વેઇટિંગ લિસ્ટ પૈકી રોસ્ટરનો ક્રમ જાળવીને કરવામાં આવશે. ઉકત 71 જગ્યામાંથી સામાન્ય અને મહિલા Transfer માટે 50 બિન અનામત છે. આ તમામ જગ્યાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી ચાલુ રાખવાની મંજૂરી અપાઈ છે.

 

આ પણ વાંચોઃ Suicide/સિહોરના પાડાપાણ ગામે ભાઈ-બહેને કર્યો આપઘાત,સુરતમાં બે મહિના પહેલા પરિવારના 4 સભ્યોએ કરી હતી આત્મહત્યા

આ પણ વાંચોઃ મોટા સમાચાર/પોલીસકર્મીઓ ચેતીજાજો, ટ્રાફિકના નિયમોનો ચુસ્તપણે પાલન કરવા DGPનો નિર્દેશ

આ પણ વાંચોઃ સુરત/વરાછાના મોતી નગર સોસાયટીમાંથી ત્રણ સગીર બાળકીઓ રહસ્યમય રીતે ગુમ

આ પણ વાંચોઃ નકલી ડોક્ટર પણ છેતરપિંડી અસલી/દિલના ડોકટરે અનેક મહિલાઓનો ચોર્યા દિલ, 4.5 કરોડની કરી છેતરપિંડી

આ પણ વાંચોઃ Surat/ડાયમંડ સિટી સુરતમાં વધ્યો ક્રાઇમ રેટ, વિધર્મી યુવકે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ