રિતેશ સિધવાનીના જન્મદિવસની પાર્ટીમાં કિયારા અડવાણીની સુંદરતા જોવા જેવી હતી. અભિનેત્રી ફ્લોરલ પ્રિન્ટેડ લોન્ગ ફ્રોકમાં પોતાની સ્ટાઈલ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
સફેદ શર્ટ અને પીળા પેન્ટમાં સજ્જ રણવીર સિંહે ફરી એકવાર પોતાના વાઈલ્ડ ફેશન સ્ટેટમેન્ટનો જાદુ બતાવ્યો.
આમિર ખાન બહુ ઓછી પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં હાજરી આપે છે. પરંતુ રિતેશ સિધવાનીની બર્થડે પાર્ટીમાં આમિર ખાનની સ્ટાઈલ જોવા જેવી હતી. આમિરે બ્લેક ટી-શર્ટ પર બ્લુ ડેનિમ્સ સાથે પિંક શર્ટ પહેર્યો હતો.
ઑફ-શોલ્ડર ડ્રેસમાં, સોહા અલી ખાને પતિ કુણાલ ખેમુ સાથે પાપારાઝીના કેમેરાની સામે ઘણા પોઝ આપ્યા હતા.
આ ફોટોમાં મનીષ મલ્હોત્રા, મહિપ કપૂર, કરણ જોહર અને સંજય કપૂર ચારેય બ્લેક આઉટફિટમાં સાથે પોઝ આપતા જોવા મળે છે.
અનન્યા પાંડેએ પણ રિતેશ સિધવાનીના જન્મદિવસની પાર્ટીમાં ઘણું ગ્લેમર ઉમેર્યું હતું. સફેદ શોર્ટ ડ્રેસ પહેરીને અનન્યા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી.