મુંબઇ,
રાઈટર વિંતા નંદાની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે એક્ટર અલોક નાથ વિરુદ્ધ સેક્શન 376 હેઠળ એફઆઇઆર દાખલ કરી છે. થોડા દિવસ પહેલા જ મીટૂ અભિયાન હેઠળ વિંતા નંદાએ આલોક નાથ પર આરોપ લગાવ્યો કે તેમણે તેની સાથે માત્ર જબરદસ્તી જ નહીં પરંતુ ઘણીવાર માર-પીટ પણ કરી છે. 1990 ના દાયકાના જાણીતા ટીવી શો ‘તારા’ ની રાઈટર અને પ્રોડ્યુસર વિંતા નંદા દ્વારા લગાવામાં આવેલા જાતીય શોષણના આરોપોને પડકાર આપતા એક્ટર આલોકનાથ કોર્ટ સુધી પહોંચ્યા હતા અને તેમની વિરુદ્ધ માનહાનિનો કેસ પણ કર્યો હતો.
આલોક નાથની બદનક્ષીની સુનાવણી પછી જ વિંતાએ આલોકનાથ વિરુદ્ધ મુંબઇના ઓશિવરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. વિંતા નંદા તરફ થી એક પણ સ્ટેટમેન્ટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમના વકીલે વિંતાના પક્ષ રાખીને કહ્યું હતું કે, ‘મારી ક્લાયન્ટ કોઈ પણ પ્રકારની ધમકી અથવા બદનક્ષીના કેસથી ડરનારા નથી.
મીટુ કેમ્પન હેઠળ વિંતા નંદાએ પોતાના ફેસબુક પોસ્ટ દ્વારા આલોક નાથ પર રેપનો આરોપ મૂક્યો છે. આમાં તેમણે લખ્યું, ‘એક વાર મને એક પાર્ટીમાં બોલાવવામાં આવી હતી. તેમની વાઇફ ( જે મારી સારી મિત્ર હતી) શહેરથી બહાર હતી. અમે બધા મિત્રોનું મળવાનું સામાન્ય હતું પરંતુ જેમ જ સાંજે પડવા લાગી મારા ડ્રિંક્સમાં કંઈક મેળવામાં આવ્યું અને મને વિચિત્ર લાગ્યું. રાત્રે 2 વાગ્યે હું તેમના ઘરેથી નીકળી હતી.
મેં ખાલી રસ્તા પર એકલા જ ચાલવાનું શરૂ કર્યું, જ્યારે મારું ઘર દૂર હતું … અને પછી રસ્તા પર આલોક નાથે મને અટકાવી. તે મારી ગાડીઓ ચલાવી રહ્યો હતો અને મને મારા ઘર છોડવા કહ્યું. હું વિશ્વાસ કરતી ગાડી બેઠી. તેના પછી મને થોડું-થોડું યાદ છે.તેમણે ખુબ દારૂ પીધો હતો.બીજા દિવસે હું ઉઠી ત્યારે મને ખબર પડી કે મારી પર રેપ થયો હતો.મેં મારા કેટલાક મિત્રોને આ વિશે જણાવ્યું, પરંતુ બધાએ મને ભૂલ કરી અને આગળ વધવાની સલાહ આપી.વિંતા નંદાએ પોતાની પર થયેલાં રેપ મામલે આલોકનાથ વિરૂદ્ધ પોલિસ ફરિયાદ કરી.