Not Set/ દારૂબંધી હોવા છતાં અમદાવાનાં જુદા જુદા વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં દિન-પ્ર‌િ‌તદિન દારૂની હેરાફેરીનાં કિસ્સાઓ સામે આવે રહ્યાં છે. અમદાવાદ શહેરમાં દારૂબંધી હોવાની શહેર પોલીસ કમિશનર દ્વારા વાતો કરવામાં આવે છે, પણ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાય છે. છેલ્લા 24 કલાક જેવા સમયમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાંથી પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી […]

Top Stories Ahmedabad Gujarat Trending
Liquor Caught by police from different areas of Ahmedabad City

અમદાવાદઃ ગુજરાતમાં દિન-પ્ર‌િ‌તદિન દારૂની હેરાફેરીનાં કિસ્સાઓ સામે આવે રહ્યાં છે. અમદાવાદ શહેરમાં દારૂબંધી હોવાની શહેર પોલીસ કમિશનર દ્વારા વાતો કરવામાં આવે છે, પણ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાય છે. છેલ્લા 24 કલાક જેવા સમયમાં અમદાવાદ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાંથી પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના છેવાડે આવેલા ભુવાલડી પાસે પોલીસે રિક્ષામાં લઇ જવાતા દારૂ-બિયરનાં જથ્થા સાથે એક આરોપીને ઝડપી લઇ ધરપકડ કરી છે. વેજલપુર પોલીસે ફતેવાડી કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં કારમાંથી વિદેશી દારૂની ૩૬૦ બોટલ જપ્ત કરી હતી. ઉપરાંત દહેગામ-નરોડા રોડ પર કારમાંથી પોલીસે રૂ.૭૮,૪૦૦નો દારૂ-બિયરનો જથ્થો ઝડપી કારચાલક સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ નિકોલ પોલીસને બાતમી મળી હતી કે, અમદાવાદ શહેરમાં દારૂ લાવવા માટે રિક્ષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ભુવાલડી ગામ પાસે એક રિક્ષામાં દારૂ અને બિયર લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીનાં આધારે નિકોલ પોલીસે જોગણી માતાના મંદિર પાસે વોચ ગોઠવી હતી.

આ વોચ દરમિયાનમાં એક શંકાસ્પદ રિક્ષા આવતાં પોલીસે તેને રોકી હતી, પરંતુ રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખવાના બદલે પૂરપાટ ઝડપે ભગાવી મૂકી હતી. જેથી પોલીસે રિક્ષાનો પીછો કરી મનોજ કુંચીકોરવે નામના શખસને ઝડપી લીધો હતો, જ્યારે એક શખસ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે રિક્ષામાંથી કુલ રૂ.ર૩,૦૦૦નો દારૂ-બિયર જપ્ત કર્યો હતો.

જયારે બીજી તરફ વેજલપુર પોલીસે બાતમીનાં આધારે ફતેવાડી કેનાલ પાસે એક કેયુવી કારને અટકાવીને તેમાંથી રૂ.૧.૮૦ લાખની ૩૬૦ દારૂની બોટલ કબજે કરી હતી. કોઇ અજાણ્યો શખસ દારૂની હેરાફેરી કરવા આવ્યો હતો, પરંતુ પોલીસને જોઈને કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

આ ઉપરાંત કણભા પોલીસ દ્વારા નરોડા-દહેગામ રોડ પર વાહનચેકિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક ટાટા જેસ્ટ ગાડીની શંકાના આધારે તલાશી લેતાં પોલીસને તેમાંથી રૂ.૭૮,૪૦૦નો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જેણે પોલીસે કબજે લીધો હતો. આ મામલે કણભા પોલીસે ગુનો નોંધી ધોરણસરની તપાસ હાથ ધરી છે.