Not Set/ તાપસી પન્નુની ‘મુલ્ક’નું ટીઝર કેવું છે,જુવો 

મુંબઈ બોલીવુડમાં એકબાદ એક હિટ ફિલ્મો આપી રહેલ અભિનેત્રી તાપસી પન્નુની ગણતરી અત્યારે ટોચની અભિનેત્રીઓમાં થવા લાગી છે. તેની પાસે અત્યારે એકથી એક ચઢિયાતી ફિલ્મો છે. તે ટૂંક સમયમાં ઋષિ કપુર સાથે અનુભવસિંહાના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ મુલ્કમાં નજરે પડનાર છે. જેનુ મોટાભાગનુ શુટિંગ બનારસ, લખનઉમાં કરવામાં આવ્યુ છે. આ ફિલ્મનું ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યુ […]

Entertainment Videos
mahi ju તાપસી પન્નુની 'મુલ્ક'નું ટીઝર કેવું છે,જુવો 

મુંબઈ

બોલીવુડમાં એકબાદ એક હિટ ફિલ્મો આપી રહેલ અભિનેત્રી તાપસી પન્નુની ગણતરી અત્યારે ટોચની અભિનેત્રીઓમાં થવા લાગી છે. તેની પાસે અત્યારે એકથી એક ચઢિયાતી ફિલ્મો છે. તે ટૂંક સમયમાં ઋષિ કપુર સાથે અનુભવસિંહાના ડાયરેક્શનમાં બનેલ ફિલ્મ મુલ્કમાં નજરે પડનાર છે. જેનુ મોટાભાગનુ શુટિંગ બનારસ, લખનઉમાં કરવામાં આવ્યુ છે.

આ ફિલ્મનું ટીઝર રીલીઝ કરી દેવામાં આવ્યુ છે. ટીઝરમાં ઋષિ કપુર કોર્ટમાં ગંભીર ચહેરા સાથે નજરે પડી રહ્યો છે. સાથે જ તાપસી વકિલના પહેરવેશમાં કોર્ટમાં ઉભેલ નજરે પડી રહી છે.  ટીઝર પરથી લાગી રહ્યુ છે કે તે બન્ને મુરાદઅલી મહંમદ નામના કોઈ વ્યક્તિનો કેસ આમને સામને લડી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રતિક બબ્બર પણ મહત્વપૂર્ણ રોલમાં નજરે પડવાનો છે.

ઋષિ કપુર 102 નોટ આઉટ બાદ આ બીજી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. જ્યારે તાપસી મુલ્ક ઉપરાંત હોકી ખેલાડી સંદીપસિંહની બાયોપિક ફિલ્મ સુરમામાં દલજીત દોસાંઝ સાથે નજરે પડશે. આ ફિલ્મ 13 જુલાઈના રોજ રીલીઝ થવાની છે. આ ઉપરાંત તાપસી અનુરાગ કશ્યપની મનમર્જીયા અને સુજાય ઘોષની બદલા ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

જુઓ વિડીયો