Cabinetminister S Jaishnaker/ ‘આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસ ભારત માટે પણ સુરક્ષા હિત’ એસ જયશંકરે આપ્યું નિવેદન

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કહ્યું કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસમાં ભારતનું પણ સુરક્ષા હિત છે.

Top Stories India
Beginners guide to 2024 04 01T144517.905 'આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસ ભારત માટે પણ સુરક્ષા હિત' એસ જયશંકરે આપ્યું નિવેદન

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે કહ્યું કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાની તપાસમાં ભારતનું પણ સુરક્ષા હિત છે. વિદેશ મંત્રીનું આ નિવેદન ભારતમાં અમેરિકાના રાજદૂત એરિક ગારસેટીના નિવેદન બાદ આવ્યું છે, જેમાં ગારસેટ્ટીએ તાજેતરમાં કહ્યું હતું કે એક દેશના નાગરિકની હત્યાના કાવતરામાં બીજા દેશની સરકારના અધિકારીની સંડોવણી છે. જે સ્વીકારી શકાય તેમ નથી અને આ છે ‘લાલ રેખા’.

વિદેશ મંત્રી ‘આ મામલાની તપાસ હજુ ચાલુ છે’

સોમવારે જ્યારે મીડિયાએ વિદેશ મંત્રી એસ જયશંકરને આ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, ‘અમારું માનવું છે કે આ મામલાની તપાસ સાથે અમારા સુરક્ષા હિત પણ જોડાયેલા છે.’ અમેરિકન રાજદૂતના નિવેદન પર તેમણે કહ્યું કે ‘અમેરિકન રાજદૂત માત્ર તે જ કહેશે જે તેમની સરકાર વિચારે છે. આ મામલે અમને કેટલીક માહિતી આપવામાં આવી છે, જેની અમે તપાસ કરી રહ્યા છીએ. આ મામલાની તપાસ પર વિદેશ મંત્રીએ કહ્યું કે ‘જ્યારે પણ અમારી પાસે કંઈક કહેવાનું હશે, અમે ચોક્કસપણે તેના વિશે જણાવીશું. તપાસ હજુ ચાલુ છે અને અમારી પાસે જાહેર કરવા માટે કંઈ નથી.

‘એજન્ટોના ભ્રામક દાવામાં ફસાશો નહીં’

યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકો પર વિદેશ મંત્રીએ કહ્યું કે ભારતે આ મામલો રશિયન સરકાર સમક્ષ મજબૂતીથી ઉઠાવ્યો છે. અમે તમામ લોકોને સુરક્ષિત રીતે ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગયા મહિને, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પણ કહ્યું હતું કે ઘણા ભારતીયોને રશિયન સેનામાં જોડાવા માટે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. નવી દિલ્હીએ આ મામલો મોસ્કો સમક્ષ મજબૂત રીતે ઉઠાવ્યો અને તમામ ભારતીયોને સ્વદેશ પરત લાવવાની માંગ કરી. વિદેશ મંત્રાલયે પણ ભારતીય નાગરિકોને અપીલ કરી છે કે તેઓ એજન્ટોના ભ્રામક દાવાઓનો શિકાર ના બને.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો: West Bengal/બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક 5, 100થી વધુ ઘાયલ

આ પણ વાંચો: IOCL – Gas Cylinder Rate/એપ્રિલ !  ખુશ ખબર, ગેસ સિલિન્ડરની કિમંતોમાં સતત વધારા બાદ કરાયો ભાવમાં ઘટાડો

આ પણ વાંચો:CM Yogi-Campaign/સીએમ યોગીનો વીજળીવેગી પ્રચાર, એક દિવસમાં ત્રણ સંબોધન કરશે