દુનિયામાં ઘણી ચોકલેટો છે જે સૌથી મોંઘી ચોકલેટોમાંની એક ગણાય છે. જેમકે, ટ્રફલ્સ, ગોલ્ડ વગેરે. દક્ષિણ અમેરિકાના ઈક્વાડોર નામના દેશમાં એક ખાસ પ્રકારના કોકો બિન્સમાંથી બનતી ટોઆક ચોકલેટને વિશ્વની સૌથી મોંઘી ચોકલેટનું બિરૂદ મળ્યું છે. એટલે કે સોનાના 1 તોલાની કિંમત રૂપિયા 70000 છે ત્યારે આ ચોકલેટની કિંમત 99000 રૂપિયા છે.
આ ચોકલેટ નેસિઓનલ કોકોના વૃક્ષ ઈક્વાડોરના માત્ર 14 ખેતરોમાં જ ઊગે છે. ટોઆક ચોકલેટ બનાવતી કંપનીનો દાવો છે કે વિશ્વમાં મળતી ધ મોસ્ટ એક્સપેન્સિવ નેચરલ ચોકલેટ છે. જોવા જઈએ તો ટેકનિક્લી સાચું છે. આ ચોકલેટનો 100 ગ્રામનો એક બાર અંદાજે 99,500 રૂપિયા છે. માહિતી મુજબ નેસિઓનલ કોકો પ્લાન્ટ પૃથ્વી પરથી વિલુપ્ત થવાના આરે છે. ટોઆક ચોકલેટ બનાવતી કંપની ઈક્વાડોરની પિએડ્રા વેલીમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા ખેતરોમાં ઊગતાં જીનેટિકલી પ્યોર વૃક્ષોના કોકોબિન્સ જ વાપરતી હોવાનો દાવો કરે છે.
જેને કારણે ચોકલેટ પણ ઓછી બનાવાય છે અને તેનો ખર્ચ ખૂબ જ છે. ટોઆક ચોકલેટ ચોક્કસ સમય સુધી એજિંગ પ્રોસેસમાંથી પસાર થયા પછી તે એની ફ્લેવર ડેવલપ કરે છે.
આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં વધુ એક હત્યાનો બનાવ, પ્રેમ પ્રકરણમાં વહેમ રાખી મિત્રએ જ કર્યું એવું કે…..
આ પણ વાંચો:પુણા વિસ્તારમાં એક ગોડાઉનમાં લાગી આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
આ પણ વાંચો:મંદિરમાં મારામારી જોઈ ભગવાન પણ રાજી નહીં થાય…..જુઓ ડાકોરનો વીડિયો