Not Set/ આજે કરો ટ્રાય મેથી પાપડનું શાક, અહીં જાણો રેસીપી

સામગ્રી 1 1/2 ટેબલસ્પૂન મેથીના દાણા 1 1/2 કપ કાચા પાપડ (ટુકડા કરેલા) 1/2 ટીસ્પૂન રાઇ 2 1/2 ટીસ્પૂન તેલ મીઠું (સ્વાદાનુસાર) 1/4 ટીસ્પૂન હળદર 1 ટેબલસ્પૂન ખમણેલો ગોળ 1/2 ટીસ્પૂન મરચાં પાવડર 1/2 ટીસ્પૂન ધાણા-જીરા પાવડર 1/4 ટીસ્પૂન હીંગ પીરસવા માટે રોટલી અથવા તો ભાખરી બનાવવાની રીત  ગરમ પાણીમાં મેથીના દાણાને ૩૦ મિનિટ સુધી […]

Food Lifestyle
qp આજે કરો ટ્રાય મેથી પાપડનું શાક, અહીં જાણો રેસીપી

સામગ્રી

1 1/2 ટેબલસ્પૂન મેથીના દાણા

1 1/2 કપ કાચા પાપડ (ટુકડા કરેલા)

1/2 ટીસ્પૂન રાઇ

2 1/2 ટીસ્પૂન તેલ

મીઠું (સ્વાદાનુસાર)

1/4 ટીસ્પૂન હળદર

1 ટેબલસ્પૂન ખમણેલો ગોળ

1/2 ટીસ્પૂન મરચાં પાવડર

1/2 ટીસ્પૂન ધાણા-જીરા પાવડર

1/4 ટીસ્પૂન હીંગ

પીરસવા માટે
રોટલી અથવા તો ભાખરી

બનાવવાની રીત 

ગરમ પાણીમાં મેથીના દાણાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ નીતારી લો. હવે એક પ્રેશર કુકરમાં જરૂરી પાણી સાથે મેથીના દાણાને 3 સીટી સુધી પકાવી લો ત્યાર પછી નીતારી લો અને ત્યાર બાદ તેને બાજુ પર મૂકી રાખો.

હવે એક નોન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં 1 1/2 કપ પાણી, હળદર, મરચાં પાવડર, ધાણા-જીરા પાવડર, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો પછી ધીમા તાપ પર પાણી ઉકળવા માંડે ત્યાં સુધી રાંધી લો.

તે પછી તેમાં મેથી અને પાપડ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર 5 થી 7 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો. તરત જ પીરસો.