Not Set/ જીમ નહિ પરંતુ આ ટીપ્સથી ઘરે જ ઉતારો પેટ પર જમા થયેલી ચરબી

આજે જાડાપણું દરેક વ્યક્તિનો પ્રોબ્લમ થઇ ગયો છે. કેટલાક લોકો શરીર ઉતારવા માટે જીમનો આશરો લેતા હોય છે. શરીર વધવાથી વ્યક્તિ કદરૂપું લાગે છે અને ઘણી ખતરનાક બીમારીને આમંત્રણ આપે છે. વધતા વજનને યોગ્ય સમય પર કંટ્રોલ કરવું ખુબ જરૂરી છે કેમ કે ઓછા વજન ધરાવતી વ્યક્તિ જ લાંબુ જીવી શકે છે. સ્થૂળ લોકો વજન […]

Lifestyle
weight loss natural remedies જીમ નહિ પરંતુ આ ટીપ્સથી ઘરે જ ઉતારો પેટ પર જમા થયેલી ચરબી

આજે જાડાપણું દરેક વ્યક્તિનો પ્રોબ્લમ થઇ ગયો છે. કેટલાક લોકો શરીર ઉતારવા માટે જીમનો આશરો લેતા હોય છે. શરીર વધવાથી વ્યક્તિ કદરૂપું લાગે છે અને ઘણી ખતરનાક બીમારીને આમંત્રણ આપે છે. વધતા વજનને યોગ્ય સમય પર કંટ્રોલ કરવું ખુબ જરૂરી છે કેમ કે ઓછા વજન ધરાવતી વ્યક્તિ જ લાંબુ જીવી શકે છે. સ્થૂળ લોકો વજન ઉતારવા માટે જીમ અને કસરતનો સહારો લેતા હોય છે પરંતુ આજની આધુનિક લાઈફમાં કોઈને એના માટે સમય નથી. તો ઘણા લોકો સ્વાસ્થ્ય સંબંધી તકલીફોના કારણે જીમમાં નથી જઈ શકતા.

આ છે કેટલી જીમમાં કસરત કર્યા વગર વજન ઉતારવાની ટીપ્સ :

ભરપુર માત્રામાં પાણી પીવો

Image result for drink water

તમારી દિનચર્યામાં પાણીને વધુ મહત્વ આપો. દિવસ દરમ્યાન ખુબ વધારે પાણી પીવો. તમે સાદા પાણીને જગ્યાએ થોડા નવશેકા પાણીમાં મધ, લીંબુનું પાણી અને ફુદીનો નાખીને તમે પી શકો છો જેના લીધે શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જશે. વજન ઉતારવા માટે દિવસમાં ઓછામાં ઓછુ ૧૦ થી ૧૫ ગ્લાસ પાણી પીવું જોઈએ.

સવારે ખાવો કાચું લસણ

Image result for garlik

રોજ લસણની ૨-૩ કળી ચાવવાથી તમારૂ સ્વાસ્થ્ય સારું રહેશે. લસણના લીધે વજન ખુબ ઝડપથી ઓછુ થશે અને સાથે જ લોહીનું પરિભ્રમણ પણ સારું થશે. ઉપરાંત ક્યારેય એસીડીટીની તકલીફ પણ નહિ થાય.

જંક ફૂડને કહો અલવિદા

Image result for junk food

જો તમે પેટની ચરબીને ઘટાડવા માંગો છો તો ફાસ્ટ ફૂડ એટલે કે જંક ફૂડ ખાવાનું ટાળો. આવું ફૂડ ખાવાથી ખુબ જલ્દી વજન વધે છે. મસાલેદાર ખોરાકનું સેવન પણ ઓછુ કરવું જોઈએ. ગળ્યા ખોરાક શરીરમાં ચરબી એકઠી કરે છે જે શરીરના વિભિન્ન ભાગો એટલે કે પેટ ને સાથળ પર જમા થઇ જાય છે અને વ્યક્તિ સ્થૂળ થતું જાય છે.

 ઓમેગા-૩ ફેટી એસીડ ધરાવતો ખોરાક લો 

Image result for nuts almond and akhrot

ઓમેગા-૩ ફેટી એસીડ વજન ઉતારવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. જો તમે માંસાહારી હોવ તો માછલીમાં આ એસીડ ભરપુર માત્રામાં મળે છે અને જો તમે શાકાહારી હોવ તો નટ્સ એટલે કે બદામ અને અખરોટ ખાઈ શકો છો.

 લીલા શાકભાજી ખાવો

Image result for green vegetables

લીલા શાકભાજીમાં વિટામીન અને મિનરલ ભરપુર માત્રામાં હોય છે. આ તત્વો શરીર  માટે ઘણા ફાયદાકારક હોય છે કારણ કે પાણીથી ભરપુર આ શાકભાજી વજન ઘટાડવામાં  મદદરૂપ થાય છે. કાકડી અને કોબી વધારે ઉપયોગી નીવડે છે.

 ફળ ખાવો

Image result for weight loss

રોજ સવારે એક સફરજન અવશ્ય ખાવો. સાથે-સાથે તરબુચ, પપૈયું અને સંતરાનું સેવન પણ કરવું જોઈએ. આમ ફળફળાદિ ખાવાથી શરીરને યોગ્ય પોષણ પણ મળી રહે અને વજન પણ નિયંત્રણમાં રહેશે.