ગુજરાત વિધાનસભા ચુંટણીની કુલ ૧૮૨ બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ ૧૮૨ માંથી ૧૦૮ બેઠકો પર આગળ ત્યારે કોંગ્રેસ ૬૯ સીટ તેમજ અપક્ષના ૫ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ઘડિયાળના કાંટો જેમ-જેમ આગળ વધી રહ્યો છે તેમ ગુજરાત ચુંટણીની મતગણતરીનું ચિત્ર પણ સ્પષ્ટ થતું જાય છે.
ભાજપ અને કોંગ્રેસના આ દિગ્ગજ નેતાઓની હાર-જીત થઇ છે.
- ભારતીય જનતા પાર્ટીના આ દિગ્ગજ નેતાઓની થઇ જીત :
રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય રૂપણીની જીત
મહેસાણા બેઠક પરથી ભાજપના નીતિન પટેલની જીત
વટવા સીટ પરથી ભાજપના પ્રદીપસિંહ જાડેજાની જીત
પોરબંદરમાં ભાજપના બાબુભાઈ બોખીરિયાનો વિજય
જેતપુરથી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાની જીત
ઘાટલોડિયામાં ભાજપનાં ભુપેન્દ્ર પટેલની જીત
ભાવનગર પશ્ચિમ સીટ પર જીતુ વાઘાણીની જીત
ધોળકામાં ભાજપના ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો વિજય
- ભાજપના આ દિગ્ગજ નેતાઓની થઇ હાર :
વાવ બેઠક પરથી ભાજપના શંકરસિંહ ચૌધરીની હાર
સોમનાથ સીટ પરથી ભાજપના જશાભાઈ બારડની હાર
સિદ્ધપુર બેઠક પર ભાજપના જયનારાયણ વ્યાસની હાર
જમાલપુર ખાડિયા સીટ પરથી ભાજપના ભૂષણ ભટ્ટની હાર
ભાજપના રજની પટેલની હાર
- કોંગેસના આ દિગ્ગજ નેતાઓની થઇ જીત :
રાધનપુરથી ઓબીસી નેતા અને કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની જીત
અમરેલી સીટ પરથી કોંગ્રેસના પરેશ ધાનાણીની જીત
- કોંગેસના આ દિગ્ગજ નેતાઓની થઇ હાર :
વડોદરાની ડભોઇ બેઠક પર કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલની હાર
કચ્છની માંડવી સીટ પરથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની હાર
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાની હાર
રાજકોટ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાર
જયારે વડગામ બેઠક પરથી દલિત નેતા અને અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીની જીત
