Women's Day/ ફિમેલ હેલ્થ વર્કર ઉષાબેને કોરોના કાળમાં પોતાના બે નાના સંતાનોને ઘરમાં પુરી ફરજ બજાવી હતી

ફિમેલ હેલ્થ વર્કર ઉષાબેન કોરોના કાળમાં પોતાના બે નાના સંતાનોને ઘરમાં પુરી ફરજ બજાવી હતી

Gujarat Others Trending
high court 16 ફિમેલ હેલ્થ વર્કર ઉષાબેને કોરોના કાળમાં પોતાના બે નાના સંતાનોને ઘરમાં પુરી ફરજ બજાવી હતી

@સુલેમાન ખત્રી, છોટા ઉદેપુર

વિશ્વ મહીલા દિવસ એટલે આજે કેટલીય એવી મહિલાઓ છે જેઓને આજે યાદ કરવી જરૂરી છે આવી જ એક મહિલા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમા નામ ઉષાબેન તડવી જે ફિમેલ હેલ્થ વર્કર તરીકે બોડેલી તાલુકામાં ફરજ બજાવે છે. જેઓએ કોરોનાકાળ દરમિયાન પરિવાર તેમજ પોતાના બે નાના બાળકો ની ચિંતા કર્યા વિના  કોરોના દર્દીઑ માટે ખડે પગે રહી સેવા બજાવી છે સલામ છે સરાહનીય કામગીરી કરી રહી છે.

high court 17 ફિમેલ હેલ્થ વર્કર ઉષાબેને કોરોના કાળમાં પોતાના બે નાના સંતાનોને ઘરમાં પુરી ફરજ બજાવી હતી

આમ તો જ્યારે દેશ ની સુરક્ષા કરવા દેશની સીમાઓ પર જવાનો આપણી રક્ષા કરી રહ્યા છે ત્યારે દેશ ની અંદર આવતી આપદ્દાઓ મા મહિલાઓનુ રુણ પણ કાઇ ઓછુ નથી. આવી જ એક મહિલા ની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ના મોટી બૂમડી આરોગ્ય કેન્દ્ર ખાતે ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા ઉષા બહેન જેઓને બે નાના સંતાનોમાં એક દીકરી અને એક દીકરો છે.

ગત વર્ષે જે વિશ્વ મહામારી કોરોનાકાળ ના સમય દરમિયાન ઉષાબેન ને ફિમેલ હેલ્થ વર્કર તરીકે ની જવાબદારી આવીતો તેઓએ પોતાના બે નાના બાળકો અને પરિવાર ની ચિંતા કર્યા વિના  તેઓએ તેમની ફરજ નિષ્ઠા પૂર્ણ તરીકે નિભાવી હતી.

high court 18 ફિમેલ હેલ્થ વર્કર ઉષાબેને કોરોના કાળમાં પોતાના બે નાના સંતાનોને ઘરમાં પુરી ફરજ બજાવી હતી

જ્યારે કોરોનાએ ભારતભરમા હાહાકાર મચાવી દીધો હતો. મોટા મોટ તબીબો પણ કોરોનાના દર્દી નજીક જવા માટે ડરતા હતા ત્યારે ડોકટરો -મેલ -ફિમેલ હેલ્થ વર્કરોએ પોતાના જીવ જોખમમા મૂકી અને કોરોનાના દર્દીઓ ની સેવાઓ કરી છે. તો કેટલાય તબીબોએ આરોગ્ય કર્મીઓ એ કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કરતા પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તે કેમ કરી ભૂલી શકાય.

વિશ્વભર સાથે ભારતમાં પણ માં કોરોના પોતાનો કહેર વર્તાવી રહ્યો હતો ત્યારે કોરોના પોઝેટિવ આવતા જ દર્દીના રહેણાક વિસ્તારોને કોરાંટાઈન કરી દેવામાં આવતા હતા. કોરોના પોઝેટિવ આવેલા દર્દીના વિસ્તાર માં લોકોના આરોગ્યની તપાસ માટે કોરાંટાઈન વિસ્તારોમા ફરતી ટીમોના તમામ ડોકટર તેમજ કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી છે.

આમ તો કેટલાય ડોક્ટર્સ -હેલ્થ કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકી પોતાની ફરજ નિભાવી છે.  આવી જ એક બોડેલીની મહિલા હેલ્થ કર્મચારી ઉષાબેન તડવી જે કોરોનાના કપરાકાળમાં પોતાના નાના બાળકોએ ઘરે મૂકી માસકોરાંટાઈન – કોરાંટાઈન વિસ્તારોમાં પોતાની ફરજ નિભાવી છે. અને હાલ પણ કોરોના સામે રક્ષણ આપતી રસી નું રસીકરણ ચાલી રહ્યું છે ત્યારે રસીકરણ પણ કરી રહી છે જિલ્લાના કોરોના વોરિયર્સ તરીકે તેઓને સન્માન પણ આપવામાં આવ્યું છે.

ત્યારે આજે વિશ્વ મહિલા દિવસે આ મહિલા સાથે વાતચીત કરી હતી ત્યારે ઉષાબહેને જણાવ્યુ હતું કે અમને કોરોનાનો ડર બહુ જ લાગતો હતો અમે કોરોનાના દર્દીઓ સાથે રહેતા હતા. ત્યારે અમે પણ કોરોના સંક્રમણ અમે પણ આવી જઈએ તો અમારુ શું થશે .

કોરોના ના ડર વચ્ચે આ મહિલાએ પોતાના બાળકોને ઘરે મૂકી અને પોતાની ફરજ બજાવી હતી કેટલી વખત બાળકોને ઘરમાં મૂકી અને ઘરની બહાર તાળું મારીને પણ પોતાના સાથી કર્મચારીઓ સાથે રહી કોરોના દર્દીઓની સારવાર કરી તેમજ કોરાંટાઈન વિસ્તારોમા ફરજ બજાવી હતી.

જ્યારે આજે વિશ્વ મહિલા દીવશે મહિલાઓને આજ રીતે નિષ્ઠા પૂર્વક દરેક મહિલાઓએ કામ કરવું જોઈએ તેમ ઉષાબેહેને જણાવ્યુ હતુ અને વિશ્વ મહિલા દીવસની સુભકામનાઓ પણ તેમણે દરેક મહિલાઓને પાઠવી હતી.

Vaccination / કોરોના દેશને ભરડામાં લઈ રહ્યો છે, રસીકરણ મુદ્દે રાજનીતિ બંધ કરો : સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનનું મોટુ નિવેદન