અમદાવાદ,
અમદાવાદ ઉમિયા કેમ્પસ ખાતે પાટીદારોમા આગેવાનો દ્વારા બેઠક યોજાશે. આ બેઠકમાં પાટીદાર ખેડૂત લક્ષી મુદ્દાઓ પર અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ બેઠકમાં દસક્રોઇના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ પણ ઉપસ્થિત રહેશે અને સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ પણ હાજર રહેશે.
આ સિવાય તમામ 6 સંસ્થાઓના આગેવાનો પણ હાજર રહેશે. સીદસર ધામ, ઊંઝા ઉમિયા માતા સંસ્થાનના આગેવાન, ખોડલધામ આગેવાન, સુરત સમસ્ત પાટીદાર સમાજના આગેવાન, સૌરાષ્ટ્ર પાટીદાર સેવા સમિતિ આગેવાન અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાન હાજર રહશે અને પાટીદાર અને ખેડૂતલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરશે.
જોકે આજે સવારે ઉંઝામાં નોમ હોવાને કારણે ઘણી દુકાનો ખુલ્લી હતી પરંતુ બપોરે 12 કલાક પછી સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. જ્યારે એપીએમસી તો જાહેર રજાને કારણે બંધ જ છે. ઉંઝા બજારમાં આ બંધને પહેલા મિશ્ર પ્રતિસાદ બાદમાં બધી દુકાનો ધીરે ધીરે બંધ થઇ રહી હતી.
નોંધનીય છે ઉમિયા માતાના રથને અટકાવી સાબરકાંઠામાં પાટીદાર ભાઇ-બહેનો અને બાળકો ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તે ઉપરાંત મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે ઉમિયા માતાના રથને ડિટેઇન કર્યો હતો જેના વિરોધમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાએ સરકારને ચીમકી પણ આપી હતી.