રાજકોટ/ ઘરકંકાસમાં વહુએ સાસુ પર ફેંક્યો સળગતો પ્રાઈમસ, થયું મોત

સળગતો સ્ટવ ફેંકતા સાસુ દાઝી ગયા હતા અને ત્યારબાદ તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Gujarat Rajkot
A 198 ઘરકંકાસમાં વહુએ સાસુ પર ફેંક્યો સળગતો પ્રાઈમસ, થયું મોત

દેશમાં કહેર મચાવી રહેલા કોરોના વાયરસના કારણે ગત વર્ષે લોકડાઉન કરવામાં આવ્યું હતું, ત્યારથી જ ભારતમાં ઘરકંકાસ અને ઘરેલું ઝગડાની ઘટનાઓમાં વધારો થયો છે. આ જ રીતે રાજકોટમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

હકીકતમાં, રાજ્યના ચાર મોટા મહાનગરોમાંના એક એવા રાજકોટમાં 2 દિવસ પહેલા જ એક ઘરમાં થયેલા એ ઝગડાના કારણે ઉશ્કેરાયેલી પત્નીએ પોતાના સાસુ પર સળગતો પ્રાઈમસ સ્ટવ ફેંકી દીધો હતો.

આ પણ વાંચો :પરીક્ષા ટાણે જ AMTS, BRTS બંધ કરતા વિદ્યાર્થીઓ અને લોકોમાં રોષ

સળગતો સ્ટવ ફેંકતા સાસુ દાઝી ગયા હતા અને ત્યારબાદ તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં વૃદ્ધા દેવુબેનનું ગઇકાલે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

આ ચકચારી ઘટના અંગે હવે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને આરોપી પુત્રવધુની ધરપકડ કરી હતી. આ પહેલા સારવાર લઇ રહેવા વૃદ્ધાએ પુત્રવધૂ પર ફરિયાદ નોંધાવી સમગ્ર આપવીતી પણ જણાવી હતી.

આ પણ વાંચો : સાવલીના પીલોલ ગામે પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત

તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, બપોરના સમયે મારા મોટા પુત્ર શંકરની પત્ની કુંદન પ્રાઇમસ ઉપર રોટલી બનાવી રહી હતી. આ સમયે અમૃતા પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યારે અમૃતાએ કુંદનને આવીને કહ્યું હતું કે આ ડોશીને તમે અહીં શું કામ રાખો છો. ત્યારે કુંદને અમૃતાને કહ્યું હતું કે, તમે ન રાખો તો અમારે તો રાખવા જ પડે ને. આમ કુંદનના કહેવાથી અમૃતા ઉશ્કેરાય હતી અને સળગતો પ્રાઇમસ ઉપાડીને મારા ઉપર નાખતા મારા બંને હાથ દાઝી ગયા હતી. ઘટનાની જાણ થતા મારો મોટો પુત્ર શંકર પણ દોડી આવ્યો હતો અને આગ વધુ પડતી પ્રસરતી રોકી હતી. પરંતું આગ ઠારવા દોડેલો વૃદ્ધાનો પુત્ર શંકર પણ દાઝયો હતો.

આ પણ વાંચો :વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા કરવા ABVPની માંગ

ત્યારે માતા-પુત્ર બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં લાંબી સારવાર બાદ આજે વૃદ્ધ સાસુનુ મોત નિપજ્યું છે. ત્યારે આ બનાવ હત્યામાં પલટાતા પોલીસે 302ની કલમ ઉમેરી છે. સાસુને જીવતી સળગાવનાર આરોપી પુત્રવધુ જેલના હવાલે કરાઈ છે. હત્યાના પ્રયાસ અંતર્ગત પોલીસે ધરપકડ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…